મુંબઈઃ શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને કૃતિ સેનને ચમકાવતી ફિલ્મ 'કોકટેલ-2'નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે.મંગળવારે એક મોટી ઈવેન્ટના રૂપમાં આ ટ્રેલર લૉંચ કરવામાં આવ્યું હતું.ફિલ્મના ટ્રેલરની વાત કરવામાં આવે તો ટ્રેલરમાં પણ એક સ્ટોરીથી વાત શરૂ થાય છે જે રિલેશનશિપ સુધીમાં પૂરી થાય છે. આ ત્રણ મિનિટના ટ્રેલર વચ્ચે ડબલ મિનિંગના હલકાફૂલકા ડોઝ શોકિંગ છે. ટ્રેલર પરથી ખ્યાલ નથી આવતો કે, ખરેખર સ્ટોરી શું છે?, કોની છે અને ક્યાંથી ક્યાં સુધી ફરે છે? પણ એકવાત તો નક્કી છે કે, સ્ટોરીમાં કંઈક તો નવું છે.
કૃતિનો બોલ્ડ અને બ્યૂટીફૂલ અવતાર
ફિલ્મનું મ્યુઝિક થિયેટરની ફિલ્મ હોવાનું જ ફીલ કરાવે છે.ટ્રેલરમાં દરેક બિટ પર વિઝ્યુઅલ્સ બદલે છે. ડ્રોન શોટ, વિદેશની ધરતી, પાર્ટી-શાર્ટી અને રિલેશનશિપમાં ત્રણ પાત્રોની વાર્તા. ટ્રેલર ઈમ્પ્રેસિવ છે. ટ્રેલરમાં છેલ્લે વાગે જુની ફિલ્મનું ગીત 'તુમ્હી હો બંધુ સખા તુમ્હી',આ ગીત જ જુની ફિલ્મની સ્ટોરી તાજા કરાવી દે છે. ખાસકરીને યુથને આ ટ્રેલર એક્ટ્રેક કરનારૂ છે. રિલેશનશિપની આંટીઘૂટીમાં ડાયલોગ સારા છે. પણ સૌથી વધારે ચોંકાવનારી વ્યક્તિ તરીકે આ ફિલ્મમાં ઈમ્પ્રેસ કરી જાય છે કૃતિ સેનન. સ્લીમ એન્ડ ટ્રીમ બોડી ફીગર,દમદાર એના ડાયલોગ્સ, ઈશારામાં થતી 'નોટીવાલી મસ્તી', બિકિની સીન અને સિસ્કારા બોલાવી દેતી એની એન્ટ્રી. ટ્રેલરમાં છે એના કરતા વધારે દમદાર એની એન્ટ્રી રહેવાની છે.

એક્સપાયરી ડેટ કે બાદ...
લૂક્સથી લઈને લાઈફસ્ટાઈલ સુધી અને ડાયલોગ્સથી લઈને ડેન્જર લેવલના ગુસ્સા સુધી બધુ જ બેસ્ટ છે. ઘણા યુઝર્સ કૃતિની આ પ્રેઝન્સથી સરપ્રાઈઝ છે. બીજી તરફ રશ્મિકના ફેન એની અલગ પ્રેઝન્સથી એના લૂક્સના વખાણ કરી રહ્યા છે. અન્ય એક યુઝરે આ ટ્રેલરની કોમેન્ટમાં સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ફાઈનલી વેઈટ ઈઝ ઓવર,કૃતિ સેનની ઈન બિકિની. આ પછી તેણે ફાયરવાળું ઈમોજી મૂકીને કૃતિનો બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ અંદાજ વ્યક્ત કર્યો છે. એક યુઝરે કોમેન્ટમાં માત્ર એટલું જ લખ્યું કે, સિઝલિંગ, સ્મોકિંગ એન્ડ હોટ. આ ત્રણેય શબ્દો પર કૃતિ ફીટ બેસે છે. ટ્રેલરના બેગ્રાઉન્ડમાં એક ડાયલોગ સરસ બોલાય છે કે, "હર કિસી કી એક એક્સપાયરી ડેટ હોતી હૈ, હર કોઈ એક્સપાયરી ડેટ કે સાથ આતા હૈ. એક્સપાયરી ડેટ કે બાદ તો દવા ભી ઝહેર બન જાતી હૈ", તો બીજી તરફ ઘંટડીવાળા સિન પર સેન્સર બોર્ડે રહેમકૃપા દર્શાવી એ પણ ચોંકાવનારૂ છે.
સોલો રિલીઝ મળતા કમાણીના ચાન્સ વધુ
આ ફિલ્મ માટે કૃતિએ ઘણી સારી મહેનત કરી છે. ખાસ કરીને ફીટ એન્ડ ફાઈન ફીગર સાથે બિકિની બોડી માટે સ્ટ્રિક્ટ ડાયટ કર્યું છે. ફિલ્મની દરેક ફ્રેમમાં એની અલગ અદા જોવા મળે છે. તો બીજી તરફ ફેન્સ એના દરેક આઉટફીટના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મ 19 જુનના રોજ રિલીઝ થઈ રહી છે. આ દિવસે આ ફિલ્મને સોલો રિલીઝ મળ્યું છે. અર્થાત આ ફિલ્મ સાથે બીજી કોઈ ફિલ્મ રિલીઝ થતી નથી. વર્ષ 2012માં આવેલી ફિલ્મ 'કોકટેલ' સિક્વલ ફિલ્મ છે. ફિલ્મની વાર્તા ફિલ્મને એકબીજાથી અલગ પાડે છે. પહેલી ફિલ્મમાં દીપિકા પાદુકોણનું પાત્ર કૃતિ જેવું હતું. સૈફઅલી ખાન અને ડાયના પેન્ટીને લઈને આ ફિલ્મ હિટ થઈ હતી. સોલો રિલીઝ મળતા આ ફિલ્મના કમાણીના, ખાસ કરીને ઑપનિંગ ડે ક્લેક્શનના ચાન્સ વધારે છે.
