હાલમાં જ ટીમ ઈન્ડિયા ત્રીજી વખત આઈસીસી ટી20 વર્લ્ડકપ જિતી છે અને ટીમને આ જિત અપાવવામાં સૌથી મહત્ત્વનો રોલ કોઈએ પ્લે કર્યો હોય તો છે ટીમના ઓપનિંગ બેટ્સમેન સંજુ સેમસને. સંજુ સેમસને 89 રનની તોફાની ઈનિંગ રમીને ટીમને એક સન્માનજનક રેકોર્ડ બનાવવામાં મદદ કરી હતી. પરંતુ શું તમને ખબર છે કે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર બેટ્સમેન પીચ પર બેટિંગ માટે ઉતરે એ પહેલાં ખાસ કામ કરે છે? ચાલો તમને આજે આ સ્ટોરી વિશે જણાવીએ...
હાલમાં સોશિયલ મીડિયા પર ક્રિકેટર સંજુ સેમનનો વીડિયો વાઈરલ થયો છે જેને કારણે આ સવાલ ઉપસ્થિત થયો છે. ક્રિકેટના મેદાન પર શાંત સ્વભાવ અને વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા સંજુ સેમસનનો આ વીડિયો વાઈરલ થયા બાદ તેની ધાર્મિક આસ્થા વિશે ફરી એક વખત ચર્ચાનું કારણ બની છે. સંજુ સેમસન તેની આ સફળતાનો શ્રેય સંપૂર્ણપણે અતૂટ ધાર્મિક આસ્થાને આપે છે અને તમને જાણીને નવાઈ લાગશે કે સંજુ સેમસમ બેટિંગ માટે આવતા પહેલાં પ્રાર્થના કરે છે.
તમારી જાણકારી માટે ઈન્ડિયન ક્રિકેટર સંજુ સેમસન કેરળના એક ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે અને તે પોતે ખૂબ જ ધાર્મિક છે અને ભગવાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. મેદાન પર બેટિંગ કરવા ઉતરતા પહેલા કે કોઈ પણ મહત્વની ક્ષણે તે ઈશ્વરને યાદ કરવાનું ક્યારેય ભૂલતો નથી. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર સંજુ સેમસનની પ્રાર્થના કરવાની રીત અને તેની શાંતિ પાછળનું મુખ્ય કારણ તેનો 'ક્રિશ્ચિયન ફેઈથ' છે.
સંજુ સેમસનનું એવું માનવું છે કે ક્રિકેટના મેદાન પર જે કંઈ પણ થાય છે તે ભગવાનની મરજી છે અને તે પીચ પર આવતા પહેલાં શાંતિથી બેસીને પ્રાર્થના કરે છે. વાઈરલ થઈ રહેલાં વીડિયો અને રિપોર્ટ્સ મુજબ, સંજુ એવું કહે છે કે પ્રાર્થના તેને માનસિક સ્થિરતા આપે છે, જે તેને મેદાન પર દબાણની સ્થિતિમાં નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. તેની નમ્રતા અને દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાની આર્ટને ફેન્સ ખૂબ પસંદ કરે છે.
તમારી જાણકારી માટે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી સંજુના પિતા સેમસન વિશ્વનાથ પણ ધાર્મિક વ્યક્તિ છે અને તેમણે જ સંજુને શિસ્ત અને આસ્થાના પાઠ ભણાવ્યા છે. સંજુ અવારનવાર ચર્ચમાં જતો અને તેના જીવનના મુશ્કેલ સમયમાં ધાર્મિક પુસ્તકો અને પ્રાર્થનાનો સહારો લેતો જોવા મળ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સ તેને એક 'સ્પિરિચ્યુઅલ ક્રિકેટર' તરીકે પણ ઓળખે છે.