Sun Sep 06 2026

Logo

ઇઝરાયલના લેબનોન પર હુમલાથી શાંતિ સમજૂતી પર સંકટ, ઇરાને વાતચીત અટકાવી

Tel Aviv   2026-06-19 18:22:08
Author: Chandrakant Kanoja
ઇઝરાયલના લેબનોન પર હુમલાથી શાંતિ સમજૂતી પર સંકટ, ઇરાને વાતચીત અટકાવી

તેલ અવીવ : મિડલ ઈસ્ટમાં ઇરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતી થવા જઇ રહી છે. આ દરમિયાન ઇઝરાયલની સેનાએ દક્ષિણ લેબનોનમાં ઘણી જગ્યાએ હુમલા કર્યા છે. તેમજ આ હુમલામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જેના પગલે મળતી માહિતી મુજબ ઇરાને અમેરિકા સાથે શાંતિ સમજૂતી રોકી દીધી છે. 

દક્ષિણ લેબનોનમાં મૃત્યુઆંક 18 પર પહોંચ્યો 

આ અંગે મળતી માહિતી મુજબ દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલામાં વધુ એક વ્યક્તિના મોત બાદ મૃત્યુઆંક 18 પર પહોંચી ગયો છે. લેબનોનની રાષ્ટ્રીય સમાચાર એજન્સીના અહેવાલ મુજબ  શુક્રવાર રાતથી હુમલાઓ ચાલુ છે.  લેબનોનના જાહેર આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મધ્યરાત્રિ પછીના હુમલાઓમાં 33  લોકો પણ ઘાયલ થયા છે.

ઇઝરાયલે કહ્યું હુમલા ચાલુ રહેશે 

આ હુમલા બાદ ઈરાનનું કહેવું છે કે, દક્ષિણ લેબનોન પર ઇઝરાયલના હુમલાઓ સમાપ્ત થાય તે સાથે જ કબજો સમાપ્ત થવો જોઈએ. બીજી તરફ ઇઝરાયલ કહે છે કે તે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહને કારણે ખતરો છે. જેના લીધે હુમલા ચાલુ રહેશે. ઇઝરાયલ દલીલ કરે છે કે હિઝબુલ્લાહ સામે લડવા માટે તેને સંપૂર્ણ સ્વતંત્રતાની જરૂર છે કારણ કે તેના લડવૈયાઓ ઉત્તર ઇઝરાયલ પર હુમલો કરી રહ્યા છે.

ઈરાન વિલંબ કરી રહ્યું છે 

આ દરમિયાન મીડિયાના હવાલેથી સમાચાર આવ્યા છે કે, લેબનોન પર  ઇઝરાયલના હુમલાને કારણે ઈરાન તેના પ્રતિનિધિમંડળને સ્વિટ્ઝર્લૅન્ડ મોકલવામાં વિલંબ કરી રહ્યું છે.