Sun Jun 21 2026

Logo

ફાધર્સ ડેના સંજુ બાબા થયા ભાવુક, પિતાજીનો ફોટો શેર કરીને લખી જોરદાર કેપ્શન

2026-06-21 19:11:14
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોલીવુડના 'સંજુ બાબા' સોશ્યિલ મીડિયા પર 'ફાધર્સ ડે' નિમિત્તે એક જૂની અને હૃદયસ્પર્શી તસ્વીર મૂકી પોતાના દિવંગત પિતા અને દિગ્ગ્જ કલાકાર સુનિલ દત્તને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી હતી. આજે સંજય દત્તે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પિતા સાથેના ફોટાને પોસ્ટ કરી જણાવ્યું હતું કે તે તેમને કેટલા યાદ કરે છે. આ ફોટા સાથે તેમણે કેપ્શનમાં લખ્યું હતું કે, 'ડેડ, મેં આપસે પ્યાર કરતા હું, આપકો યાદ કરતા હું, કાશ આપ યહાં હોતે. આપ મેરી તાકત હે ઓર હંમેશા રહેંગે.'

ચાહકોએ પણ કર્યા યાદ 

આ વાઇરલ ફોટાને જોયા બાદ ફેન્સ દ્વારા કમેન્ટ સેક્શનમાં લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી, જેમાંથી ઘણા લોકોએ ભારતીય ફિલ્મજગત અને ખાનગી જીવનમાં સુનિલ દત્તના યાદગાર વારસાને યાદ કર્યા હતા. 
હિન્દી સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત અને સમ્માનીય હસ્તીઓમાંથી એક એવા સુનિલ દત્તે 'મધર ઇન્ડિયા', 'વક્ત', 'પડોસન' અને 'સાધના' જેવી શ્રેષ્ઠ ફિલ્મોમાં યાદગાર અભિનય દ્વારા ભારતીય સિનેમા પર પોતાની ઉત્તમ છાપ છોડી હતી. આ સિવાય તેમણે લોકસેવા અને રાજકારણમાં પણ મહત્વની ભૂમિકા અદા કરી અને સતત પાંચવાર મુંબઈ ઉત્તર-પશ્ચિમના સાંસદ પણ રહ્યા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sanjay Dutt (@duttsanjay)

'મુન્નાભાઈ એમબીબીએસ'માં જોવા મળ્યા હતા 

સુનિલ દત્ત અંતિમ વાર 'મુન્નાભાઈ એમબીબીએસ' ફિલ્મમાં જોવા મળ્યા હતા, જેમાં તેમણે પોતાના દીકરા સંજય દત્ત સાથે કામ કર્યું હતું. આટલા વર્ષો બાદ પણ આ ફિલ્મ દર્શકોની મનપસંદ ફિલ્મ છે. પ્રોફેશનલી સંજય દત્ત છેલ્લે 'આખિરી સવાલ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર અભિજીત મોહન વારંગે કર્યું છે. 

નિખિલ નંદા અને સંજય દત્ત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. આ ફિલ્મની વાર્તા, સ્ક્રીન પ્લે અને ડાયલોગ ઉત્કર્ષ નૈથાનીએ લખ્યા છે. આ ફિલ્મ કમાણીના મામલામાં સુપરહિટ રહી હતી. 

આ ફિલ્મમાં રણબીર કપૂરના અભિનયે પણ ચાર ચાંદ લગાવી દીધા હતા. આ ફિલ્મમાં સોનમ કપૂરે પણ લીડ રોલ નિભાવ્યો હતો. આજે પણ લોકો આ ફિલ્મને સંજય દત્તના જીવનની વાર્તા લોકોને સમજાવે છે અને ચાહકો પણ તેમના દીવાના બની જાય છે.