Wed Aug 26 2026

Logo

સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડશે? જાણો ક્યાં બનશે 'ભાઈજાન'નો બંગલો?

2026-06-28 19:59:33
Author: Mumbai Samachar Team
સલમાન ખાન ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડશે? જાણો ક્યાં બનશે 'ભાઈજાન'નો બંગલો?

મુંબઈ: બોલીવુડના મેગાસ્ટાર સલમાન ખાન હાલમાં ખૂબ ચર્ચામાં છે. ચાહકોમાં એવી અટકળો છે કે હવે ભાઈજાન પોતાનો 'ગેલેક્સી' એપાર્ટમેન્ટ છોડીને જઈ રહ્યા છે. લોકોના મનમાં ઘણા પ્રશ્નો છે કે આટલા વર્ષો બાદ સલમાન ખાન કેમ પોતાનો એપાર્ટમેન્ટ છોડવા માંગે છે, જાણીએ આના પાછળનું રહસ્ય?

સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે સલમાન ખાન પોતાના વર્ષો જુના નિવાસસ્થાન એવા 'ગેલેક્સી' અપાર્ટમેન્ટને છોડી રહ્યા છે તેની પાછળનું કારણ તેમને લોરેન્સ બિશ્નોઇ ગેંગ તરફથી મળતી ધમકીઓ છે. આ ધમકીઓના લીધે તેમણે પરિવારને સુરક્ષા આપવા માટે એક સુરક્ષિત જગ્યાએ ઘર બનાવવાનો નિર્ણય લીધો હતો.

વર્ષ 2024માં ગેલેક્સી એપાર્ટમેન્ટ બહાર અંધાધૂંધ ગોળીબારની ઘટના પછી સલમાન ખાનની પ્રખ્યાત બાલ્કનીને પણ સુરક્ષા અંતર્ગત બંધ કરવામાં આવી હતી. હવે નવા બંગલાના નિર્માણમાં સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવશે. ખાન પરિવાર 'ગેલેક્સી' એપાર્ટમેન્ટમાં 50 વર્ષથી રહે છે, તેમના માટે તેમનું આ ઘર છોડવું ખૂબ કઠિન બની જશે.  

મળતી વિગતો મુજબ ખાન પરિવાર બાંદ્રાના ચિમ્બઇ વિસ્તારમાં એક નવો છ માળનો સી-ફેસિંગ બંગલો બનાવવા જઈ રહ્યા છે. આ નિર્માણ ડેવલપમેન્ટ કંટ્રોલ એન્ડ પ્રમોશનલન રેગ્યુલેશન 2034 અંતર્ગત થશે. 

ખાન પરિવાર તરફથી કથિતપણે એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ બંગલાના નિર્માણકાર્ય દરમિયાન એક પણ વૃક્ષને નુકસાન થશે નહીં. જોકે, હજી સુધી સલમાન કે તેમના પરિવાર તરફથી આ નિર્માણકાર્ય બાબતે કોઈ નિર્દેશ કરવામાં આવ્યો નથી.