મોસ્કોઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈના માહોલ વચ્ચે હવે રશિયાએ દુનિયાને ચોંકાવી દીધી છે. રશિયાએ એક મોટો નિર્ણય લીધો છે. રશિયાના ઉપ રાષ્ટ્રપતિએ એલાન કર્યું છે કે, આગામી ચાર મહિના સુધી તેઓ પેટ્રોલની કોઈ રીતે નિકાસ નહીં કરે. એલેક્ઝેંડર નોવાકે આ અંગે પોતાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઊર્જા વિભાગના અધિકારીઓને પેટ્રોલની નિકાસ રોકી દેવાના આદેશ આપ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર 31 જુલાઈ સુધી આ નિર્ણય લાગુ રહેશે.
શા માટે પેટ્રોલની નિકાસ રોકી દીધી?
નોવાકે ક્રૂડ ઓઈલની કિંમતમાં ભારે ઊતાર-ચડાવ બાજુ ઈશારો કર્યો છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈની આ સીધી અસર હોવાનું માનવામાં આવે છે. યુદ્ધના માહોલ વચ્ચે તેમણે એવું પણ કહ્યું કે, આંતરરાષ્ટ્રીય માગમાં અસાધારણ રીતે વધારો થયો છે અને એ માગ મજબૂત થઈ છે. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા યુદ્ધના કારણે ઈરાનના કબજા હેઠળ રહેલું સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જતા ઊર્જા સંક્ટ ઊભું થયું હતું.આ સમુદ્રી જળમાર્ગ પેટ્રોલિયમ પેદાશને પૂર્ણ કરવામાં પાંચમો અને મોટો ભાગ ભજવે છે.આ રસ્તો બંધ થતા હવે ઉત્પાદક દેશોએ સુરક્ષાના પગલાં વધારીને ઉત્પાદન કરવું પડે છે. આ ઉપરાંત સતત બદલી રહેલા વ્યાપારી માર્ગ તથા વધી રહેલી શિપિંગ કોસ્ટને કારણે આર્થિક ફટકો પડે છે. આ કારણે રશિયાએ થોડા સમય માટે પેટ્રોલની નિકાસ રોકી રાખી છે.
પરિસ્થિતિમાં હવે શું થશે?
રશિયાનું પણ યુક્રેન સાથે યુદ્ધ ચાલું હતું.યુક્રેન ડ્રોન હુમલો કરીને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ફટકા મારી રહ્યો છે. બીજી તરફ અમેરિકા હવે ઈરાનમાં પોતાની સેના ઊતારવા માટે તૈયારી કરી રહ્યો છે. આ વિષય પર હજું ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું નથી. ઈરાને હવે ઈઝરાયલ અને અમેરિકાના અખાતી દેશમાં રહેલા સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવાના શરૂ કરી દીધા છે. બીજી તરફ ઈઝારયલ ઈરાનના તેલ ટર્મિનલ પર હુમલા કરી રહ્યું છે. આ માહોલ વચ્ચે રશિયન ક્રૂડની માગ વધી છે. હવે રશિયા પેટ્રોલ સિવાની ક્રૂડ પેદાશો રોકશે તો ફરી ઊર્જા સંકટ વધારે ગંભીર બને એવું ચોક્કસથી કહી શકાય. નિષ્ણાંતોના મતે આ યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી છે. અચાનક જો યુદ્ધ બંધ થયું તો પણ પરિસ્થિતિ સામાન્ય થતા ઘણો સમય જશે.