આવનારા દિવસોમાં બેંકમાંથી લોન લેવી મોંઘી થઈ જશે. એવું એટલા માટે, કારણ કે RBIએ રેપો રેટ 5.25% થી વધારીને 5.50% કરી દીધો છે. રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર બેંકોને રિઝર્વ બેંક પાસેથી લોન મળે છે. RBIએ 4 વર્ષ પછી આ વધારો કર્યો છે.
RBIની મોનિટરિંગ પોલિસી કમિટી, એટલે કે MPCની ત્રણ દિવસ ચાલેલી બેઠક બાદ ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 7 ઓક્ટોબરે નવા વ્યાજ દરોની માહિતી આપી હતી.
મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે રિઝર્વ બેંકે આ નિર્ણય લીધો છે. RBIએ 2026-2027 માટે ફુગાવાના અંદાજને પણ 5.0% થી વધારીને 5.2% કર્યો છે.
અગાઉ લગભગ સાડા ત્રણ વર્ષથી Repo Rate 5.25 ટકા પર સ્થિર હોવાનું જણાવાયું છે. RBIના આ નિર્ણયની સીધી અસર Home Loan, Car Loan સહિત વિવિધ પ્રકારની લોન પર પડી શકે છે અને ગ્રાહકોની EMI વધવાની શક્યતા છે.
Repo Rate વધવાની પહેલાથી હતી આશંકા
વર્ષ 2026માં RBIની આ ચોથી MPC બેઠક હતી. આ પહેલાં એપ્રિલ, જૂન અને ઓગસ્ટમાં યોજાયેલી બેઠકોમાં Repo Rateને 5.25 ટકા પર યથાવત રાખવામાં આવ્યો હતો. જોકે છેલ્લા કેટલાક સમયથી Crude Oil Pricesમાં વધારો અને મોંઘવારી અંગેની ચિંતાને કારણે બજાર નિષ્ણાતો Repo Rateમાં 25 BPSના વધારાની શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા. હવે RBIએ દર વધારીને આ આશંકાને સાચી ઠેરવી છે.
Repo Rate શું છે?
Repo Rate એ વ્યાજદર છે, જેના પર RBI ટૂંકા ગાળાના સમય માટે કોમર્શિયલ બેંકોને નાણાં ઉધાર આપે છે. બેંકો માટે ફંડિંગનો ખર્ચ નક્કી કરવામાં આ દર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તેની અસર ગ્રાહકોને આપવામાં આવતી લોનના વ્યાજદર પર પણ જોવા મળે છે. RBIની MPC બેઠક સામાન્ય રીતે દર 2 મહિને યોજાય છે, જેમાં વ્યાજદર અને Monetary Policy અંગે નિર્ણય લેવામાં આવે છે.
EMI પર કેવી અસર પડશે?
Repo Rate વધે ત્યારે બેંકો માટે RBI પાસેથી લોન લેવી મોંઘી બને છે. આવી સ્થિતિમાં બેંકો Home Loan, Auto Loan સહિતની લોનના વ્યાજદર વધારી શકે છે, જેના કારણે EMIનો ભાર વધી શકે છે. તેના વિપરીત Repo Rate ઘટે ત્યારે લોન સસ્તી થવાની અને EMIમાં રાહત મળવાની શક્યતા વધે છે.
FD પર થશે ફાયદો
ભલે રેપો રેટ વધવાથી તમારી દર મહિને થનારી EMI મોંઘી થાય પરંતુ તેના કેટલાક ફાયદા પણ છે. હકીકતમાં રેપો રેટ વધવાથી બેંકોમાં Fixed Deposit (FD) કરાવનારા ગ્રાહકોને ફાયદો થશે. આનાથી ડિપોઝિટર્સને પોતાની બચત પર વ્યાજ દરો અગાઉના મુકાબલે વધારે મળશે.
RBI દ્વારા રેપો રેટમાં 0.25% (25 બેસિસ પોઈન્ટ) ના આ વધારા સાથે, તમારી બેંક લોન પરના વ્યાજ દરો પણ 0.25% વધશે. ઉદાહરણ તરીકે, રૂ. 50 લાખની હોમ લોન પર, તમારી માસિક EMI આશરે રૂ. 780 થી રૂ. 817 વધી શકે છે.