Wed Oct 07 2026

Logo

‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર રિલીઝ, સોનાક્ષી-ઝહીરની લવ સ્ટોરીમાં પ્રેમ કરતા ઝનૂન વધારે

2026-10-07 07:41:27
Author: Mumbai Samachar Team
‘તૂ હૈ મેરી કિરણ’નું ટ્રેલર રિલીઝ, સોનાક્ષી-ઝહીરની લવ સ્ટોરીમાં પ્રેમ કરતા ઝનૂન વધારે

મુંબઈઃ એક લાંબા બ્રેકબાદ સોનાક્ષી સિન્હા સ્ક્રિન પર કમબેક કરી રહી છે. ફેન્સમાં સોનાક્ષી અને ઝહીર ઈક્બાલની જોડી ફેવરીટ માનવામાં આવી છે. બન્નેની મજાકમસ્તી અનેકવાર ફેન્સ માટે ચર્ચાનો વિષય બની છે. રીયલ લાઈફ કપલ હવે ઓન સ્ક્રિન જોવા મળશે. હવે બન્ને એકબીજા સાથે સ્ક્રિન શૅર કરવા જઈ રહ્યા છે. 'તુ હૈ મેરી કિરન' ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. એક અલગ સ્ટોરી લઈ ફિલ્મ આવી રહી છે. 

શું છે આ ફિલ્મમાં?

ફિલ્મની સ્ટોરીમાં કિરન નામની એક છોકરી છે જેની આસપાસ સ્ટોરી ફરી રહી છે. આની પાછળ એક યંગબોય પ્રેમમાં પાગલ છે. સોનાક્ષી કિરનનો રોલ પ્લે કરી રહી છે જ્યારે ઝહીર આશિકના રોલમાં છે. ધીમે ધીમે પ્રેમ વધતા આશિકનો પ્રેમ એક ઝનૂની રૂપ લઈ લે છે. કિરનને ફોલો કરવાની સાથે પછી તે પામવા સુધીની લડાઈ લડે છે. પછી કિરનને શું ફીલ થાય છે એના પર સમગ્ર ફિલ્મ છે. ટ્રેલર પરથી કહી શકાય કે, આ ફિલ્મમાં આશિક કંઈ સામાન્ય નથી. એક્ટિંગ પણ દમદાર છે. કિરન સાથેની દૂરી સહન ન થતા કેવા પગલાં લે છે અને કઈ હદ સુધી જાય છે એના પર ફિલ્મની વાર્તા છે. ફિલ્મમાં સારી એવી સિનેમેટોગ્રાફી કરવામાં આવી છે. ટ્રેલરની એક પણ ફ્રેમ સ્કિપ કરવા જેવી લાગતી નથી. ટ્રેલરની શરૂઆત એક દમદાર ડાયલોગ સાથે થાય છે. ટ્રેલર જોઈને ફેન્સ એવું કહે છે કે, ટ્રેલરમાં જ ઘણા બધા સસ્પેન્સ છે. ફિલ્મમાં સ્ટોરી ઘણી રીતે ટ્વિસ્ટ થશે અને ટર્ન પણ થઈ જશે. સમગ્ર ફિલ્મ એક સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે. ફિલ્મ છેક સુધી દર્શકોને બેસાડી રાખવામાં સફળ થાય એવું ટ્રેલર પરથી લાગી રહ્યું છે. 

23 ઑક્ટોબરના રોજ આવશે ફિલ્મ

સોનાક્ષી અને ઝહીરની જોડીને ફેન્સ ઓફ સ્ક્રિન પર એટલી પસંદ કરે છે. હવે આ જોડી ઓનસ્ક્રિન આવી રહી છે. એટલે જોવાની મજા પડશે આ સાથે એક અલગ સ્ટોરી પણ ફેન્સને દેખાશે. થોડા સમય પહેલા એક ફિલ્મ આવી હતી, નામ હતું 'એક દિવાને કી દીવાનીયત'. આ ફિલ્મ અને સોનાક્ષની નવી ફિલ્મ બન્ને એક જ થીમ પર આધારિત હોય એવું લાગી રહ્યું છે. બન્નેની લવસ્ટોરી ઘણી રીતે અલગ પડે છે પણ થીમ સરખી હોવાનું ફીલ ફેન્સને થાય છે. જૂન 2024 બાદ સોનાક્ષી અને ઝહીરની પહેલી સાથે ફિલ્મ 'તુ હૈ મેરી કિરન' છે. ફિલ્મ કરણ રાવલે તૈયાર કરી છે. આ ફિલ્મ 23 ઑક્ટોબરના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. કરણ રાવલની એક ડાયરેક્ટર તરીકે આ ડેબ્યૂ ફિલ્મ છે. આ પહેલા તેણે 'હાફ ફૂલ' નામની શોર્ટ ફિલ્મ બનાવી હતી. ફિલ્મનું ટાઈટલ વર્ષ 1993માં આવેલી શાહરૂખ ખાન, સની દેઓલ તથા જુહી ચાવલાની ફિલ્મ 'ડર' થી આવ્યું છે. એ ફિલ્મમાં જુહીનું નામ કિરન હતું. આ ફિલ્મમાં પણ શાહરૂખ ખાનને એક ઝનૂની પ્રેમી તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ ફિલ્મ એ સમયમાં સુપરહિટ સાબિત થઈ હતી. ફિલ્મના ગીત આજે પણ એવરગ્રીન છે.