Thu Sep 03 2026

Logo

આ વાતમાં આલિયા, કિયારા અને કેટરિનાને પાછળ મૂકી દીધા રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ...

2026-02-27 17:09:00
Author: Darshana Visaria
આ વાતમાં આલિયા, કિયારા અને કેટરિનાને પાછળ મૂકી દીધા રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ...

લાંબા સમયથી સાઉથના સુપર સ્ટાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના ફેન્સ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ઘડી ગઈકાલે એટલે કે 26મી ફેબ્રુઆરીના આવી ગઈ. રશ્મિકા અને વિજયે રાજસ્થાનના ઉદયપુરમાં શાહી ઠાઠથી લગ્ન કરી લીધા. જોકે, આ સાથે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની જોડીએ સોશિયલ મીડિયા પર એક મોટો ઈતિહાસ રચી દીધો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રશ્મિકા અને વિજયના લગ્નના શેર કરવામાં આવેલા ફોટો ઈન્સ્ટાગ્રામ પર 'મોસ્ટ લાઈક્ડ ઇન્ડિયન વેડિંગ ફોટોઝ' બની ગયા છે. આ રેસમાં રશ્મિકાએ બોલીવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને કિયારા અડવાણીને પણ પાછળ મૂકી દીધા છે... 

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્નના પહેલાં ફોટો જેવા કપલે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા કે તે તૂફાન વાઈરલ થવા લાગ્યા. ફેન્સ પણ લાઈક્સ અને કમેન્ટ કરીને ન્યુ મેરિડ કપલને શુભેચ્છા પાઠવવા લાગ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે રશ્મિકા અને વિજયના લગ્નના ફોટોએ આ અગાઉના અનેક સેલેબ્રિટી કપલ્સ જેમ કે સિદ્ધાર્થ મલ્હોત્રા -કિયારા અડવાણી અને વિક્કી કૌશલ-કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ તેમ જ રણબીર કપૂરના વેડિંગ ફોટોઝના લાઈક્સના રેકોર્ડ બ્રેક કરી દીધા છે.

મળતી માહિતી અનુસાર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પહેલાં સૌથી વધુ કોઈ સેલેબના વેડિંગ ફોટો લાઈક થયા હોય તો તે હતાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી. કપલના લગ્ન ફેબ્રુઆરી, 2023માં થયા હતા અને 27 મિલિયન લોકોએ તેમના વેડિંગ ફોટો લાઈક કર્યા હતા, જેમાં કિયારાની પોસ્ટ 16 મિલિયન અને સિદ્ધાર્થની પોસ્ટ પર 11 મિલિયન લોકોએ લાઈક કર્યું હતું. 

સિદ્ધાર્થ અને કિયારા બાદ વાત કરીએ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની. આલિયા અને રણબીરના વેડિંગ ફોટો પણ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. તેમના વેડિંગ ફોટો પર 14 મિલિયન લાઈક્સ આવ્યા હતા. ત્યાર બાદ આવે છે વિકી કૌશલ અને કેટરિના કૈફ. તેમના ફોટો પર 12 મિલિયન લાઈક્સ આવ્યા હતા. 

હવે વાત કરીએ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના વેડિંગ ફોટો પર આવેલા લાઈક્સની તો રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ શેર કરેલાં ફોટોની તો કપલના ફોટો પર અત્યાર સુધીમાં 29 મિલિયન લાઈક્સ આવી ચૂક્યા છે જેમાં રશ્મિકાની પોસ્ટ પર 16 મિલિયન અને વિજયની પોસ્ટ પર 13 મિલિયન જેટલા લાઈક આવી ચૂક્યા છે. 

વાત કરીએ રશ્મિકા અને વિજયના વેડિંગ ફોટોગ્રાફની તો તેલુગુ અને કન્નડ બંને પરંપરાના આઉટફિટ્સમાં સજ્જ આ જોડીના ફોટા પર માત્ર ફેન્સ જ નહીં, પણ બોલીવૂડ તેમ જ સાઉથ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો પણ લાઈક અને શેર કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલી ફોટો ગેલેરીમાં વિજય અને રશ્મિકાની કેમેસ્ટ્રી અદભૂત જોવા મળી રહી છે.

વાત કરીએ કપના સૌથી વધુ શેર કરાઈ રહેલાં ફોટોની તો કપલે શેર કરેલો પહેલો ફોટો કે જેમાં વિજય રશ્મિકાના ફોરહેડ પર કિસ કરી રહ્યો છે, એ સૌથી વધુ શેર થઈ રહ્યો છે. આ રશ્મિકાનો કુર્ગી સાડી અને વિજયની ક્લાસિક તેલુગુ પંચે (ધોતી) વાળો ફોટો પણ ફેન્સ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. કપલે શેર કરેલાં વેડિંગ ફોટોઝમાંથી કન્યાદાન અને ફેરા સમયની કેટલીક પળોએ ફેન્સને ઈમોશનલ કરી દીધા છે.

વાત કરીએ કપલની લવ સ્ટોરીની તો રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પહેલી વખત ફિલ્મ 'ગીતા ગોવિંદમ'ના સેટ પર મળ્યા હતા અને ત્યાંથી શરૂ થયેલી આ સફર આજે લગ્ન સુધી પહોંચી ગઈ છે. સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ સેક્શનમાં તેમને 'રીયલ લાઈફ પાવર કપલ' ગણાવી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર તેમની આ પોસ્ટની રીચ અત્યારે કરોડોમાં છે, જે સાબિત કરે છે કે આખરે કેમ રશ્મિકા અને મંદાના ભારતના સૌથી ચર્ચિત સેલેબ છે.