ઝારખંડના ચત્રામાં એક ચાર્ટર પ્લેન ક્રેશ થયું છે. અહેવાલ મુજબ રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ફ્લાઈટ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી, પ્લેનમાં જેમાં 7 લોકો સવાર હતા.ક્રેશ થયેલું વિમાનનું મોડલ બીક્રાફ્ટ કિંગ એર BE9L વિમાન હતું.
દિલ્હી સ્થિત રેડબર્ડ એરવેઝ પ્રાઇવેટ લિમિટેડ આ એર એમ્બ્યુલન્સનું સંચાલન કરી રહી હતી. પ્લેન સાંજે 7:07 વાગ્યે રાંચીથી રવાના થયું, જે શેડ્યુલ મુજબ 10 વાગ્યે દિલ્હીમાં લેન્ડ થવાનું હતું. સાંજે 7:34 વાગ્યે એર ટ્રાફિક કંટ્રોલ સાથે પ્લેનનો તેનો સંપર્ક તૂટી ગયો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ વિમાન ચત્રા નજીક સિમરિયાના કાસિયાતુ જંગલમાં તૂટી પડ્યું હતું. અધિકારીઓએ હજુ સુધી જાનહાનિ અને નુકસાનની સત્તાવર જાણકારી આપી નથી. અહેવાલ મુજબ વિમાનમાં દર્દી ઉપરાંત, તેમાં એક ડૉક્ટર, એક પેરામેડિક, બે એટેન્ડન્ટ, એક પાઇલટ ઇન કમાન્ડ અને એક કો-પાઇલટ સવાર હતા.
X