ભાટી એન.
‘રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય’ 15.01 વર્ગ કિ.મી. માં ફેલાયેલું છે અને તે મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલું છે, જે મોરબી શહેરથી 50 કિ.મી. અને વાંકાનેરથી 16 કિ.મી.ના અંતરે આવેલું છે, અગાઉ આ વિસ્તાર રામપરા વીડી (ભોજપરા વીડી) તરીકે ઓળખાતો અને વાંકાનેર રાજવી પરિવારની માલિકીનો હતો, ગુજરાત સરકારના મોરબી વન વિભાગ હસ્તક આવેલ છે, અભયારણ્યના ફરતે ડિસેમ્બર 2017 થી 31.08 વર્ગ કિ.મી.નો વિસ્તાર ઈકો સેન્સિટિવ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય વિષે મોરબી વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી ડો. સુનીલ કુમાર બેરવાલ (ભા.વ.સે.)એ જણાવ્યું હતું કે, આ અભયારણ્યમાં 100થી વધુ જાતનાં વન્યપ્રાણી ઓ જોવા મળે છે અને 20થી વધુ જાતનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ આ વિસ્તારમાં વસવાટ કરે છે, જેમાં દીપડા, ઝરખ, વરૂ (નાર), ચિંકારા, નીલગાય, જંગલીભૂંડ, શિયાળ, સસલાનો સમાવેશ થાય છે. અજગર, કોબ્રા (નાગ), વાઇપર, ધામણ જેવા સાપ ઉપરાંત ઘો અને કાચીંડા મળીને 15 થી વધુ જાતનાં સરિસૃપો અહિ જોવા મળે છે તો 10 થી વધુ જાતના કરોળિયા તથા રંગબેરંગી પતંગિયાં જૈવિક વૈવિધ્યમાં ઉમેરો કરે છે.
‘રામપરા વન્યપ્રાણી અભ્યારણ્ય’માં 100થી વધુ પ્રજાતિનાં વન્યપ્રાણીઓ વસવાટ કરે છે, સિંહોનું જીન-પૂલ સેન્ટર તો ચિત્તલ, સાંભર અને ચિંકારા માટે ‘બ્રિડીંગ સેન્ટર’, વન્ય પ્રાણીઓના ઉપચાર માટે દવાખાનું, પશુ ચિકિત્સક, એટેન્ડન્ટ, ઉપચાર- રેસ્ક્યુ માટે વાહન સહિતની સુવિધાઓ મોર, ખેરખટ્ટો, બ્રાહ્મણીમેના, બુલબુલ, દરજીડો, કુત્કી, સસેતર, લાવરી, સુગરી, શકકરા, ચીબરી સહિતના 150 થી વધુ જાતનાં સ્થાનિક- યાયાવર પક્ષીઓના કલરવથી ગુંજી ઊઠે છે.
અભ્યારણ્ય. સિંહ, દીપડા, શિયાળ, વરૂ (નાર), ઝરખ, ચિંકારા, નીલગાય, સસલા સહિત 20 થી વધુ જાતનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ અને અજગર, કોબ્રા (નાગ), વાઇપર, ધામણ, સાપ, કાચીંડા મળીને 15 થી વધુ જાતનાં સરિસૃપો જોવા મળે છે, ભૂરી શંખાવલિ, ગૂગળ, ખરખોડી, કેરડા, લોદરી, ખાખરો, વિકળો, સલાય જેવી 400 જેટલી વનસ્પતિ-ઔષધિઓનો ખજાનો. સુકા પાનખર ઘાસનું કાંટાળુ જંગલ ગણાતા અભ્યારણ્યમાં શણિયાર, જીંજવો, ધરફ, કાગડું, રાતડ, લાપડા જેવી ઘાસની વિવિધતા છે.
આ અભ્યારણ્યમાં એશિયાઈ સિંહોની જીન-પૂલ વસ્તી અને ચિત્તલ, સાંભર અને ચિંકારાના બ્રીડિંગ સેન્ટરની મહત્ત્વપૂર્ણ કામગીરી વિશે ડો. બેરવાલ જણાવેલ કે, રામપરા અભ્યારણ્યને વર્ષ 2008માં સિંહના જીન-પૂલ વસ્તી માટે પસંદ કરવામાં આવ્યું અને હાલમાં પ્રોજેક્ટ હેઠળ 12 સિંહ માટે 6 મોટા એન્કલોઝર છે,આયુર્વેદિક ઔષધિઓ તથા તાડ, રોહિડો, કડાયો, દેશી બાવળ, ગોરડ, સીસમ જેવાં વૃક્ષોનો સમાવેશ થાય છે.