લોકસભાના સાંસદોની સરેરાશ સંપત્તિ ₹ 46.34 કરોડની સામે રાજ્યસભાના સાંસદો ₹115.25 કરોડની સરેરાશ સંપત્તિ સાથે મોખરે
નવી દિલ્હીઃ દેશમાં મધ્યમવર્ગની બચત વધે કે ન વધે પણ સંસદમાં કરોડપતિ સાંસદની સંખ્યા સતત વધી રહી છે. લોકસભા કરતા રાજ્યસભાના સાંસદો વધુ માલામાલ થઈ રહ્યા છે. એટલે સંપત્તિમાં વધારો થઈ રહ્યો છે. એવું કઈ રીતે બન્યું એની વિગતવાર વાત કરીએ. વર્ષ 2024માં લોકસભાના 93 ટકા સાંસદ કરોડપતિ હતા, જ્યારે એમની સરેરાશ સંપત્તિ ઘણી વધારે હતી.
બીજી બાજુ સંપત્તિના મામલે રાજ્યસભાના સાંસદ વધારે પૈસાવાળા બન્યા છે લોકસભાના સાંસદ કરતા રાજ્યસભામાં સાંસદોની સરેરાશ સંપત્તિ ₹ 115.25 કરોડ છે, જ્યારે લોકસભાના સાંસદની સરેરાશ સંપત્તિ ₹46.34 કરોડ છે. સ્પષ્ટ રીતે કહી શકાય કે, રાજ્યસભાના સાંસદો લોકસભાના સાંસદ કરતા અઢી ગણા વધારે સંપત્તિવાન છે.
સાંસદો પૈસાવાળા બની રહ્યા છે
ટકાવારી પરથી એટલું કહી શકાય છે કે, સંસદમાં પૈસાદાર જનપ્રતિનિધિની સંખ્યા સતત વધી રહી છે. લોકસભામાં કરોડપતિ સાંસદની ટકાવારી પણ વધી રહી છે. કરોડપતિની સંખ્યા ભલે લોકસભામાં વધારો હોય પણ સરેરાશ સંપત્તિના આધાર પર રાજ્યસભાના સાંસદ વધારે સંપત્તિ ધરાવે છે. આ પણ નવી સંસદની સાથે ભારતીય સાંસદોની નવી હકીકત સમાન છે. ડૉ. ચંદ્રશેખર પેમ્માસા જેઓ ટીડીપીના છે.
એ સૌથી ધનિક લોકસભાના સાંસદ છે. એમની જાહેર કરેલી સંપત્તિ ₹ 5,705 કરોડથી વધુ છે, ભાજપના કોંડા વિશ્વેશ્વર રેડ્ડી ₹4,568 કરોડથી વધુની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. ભાજપના નવીન જિંદાલ ₹1,241 કરોડથી વધુની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે છે. તેમના પછી ટીડીપીના પ્રભાકર રેડ્ડી વેમીરેડ્ડી અને ભાજપના સી. એમ. રમેશનો ક્રમ આવે છે. દેશની સંસદમાં સંપત્તિના આંકડા એક નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના એક રિપોર્ટમાંથી સાંસદોની સંપત્તિ અંગેનો એક વિગતવાર રિપોર્ટ મળ્યો છે.
બંને સદનના સાંસદોની સંપત્તિનો તફાવત
રાજ્યસભામાં અને લોકસભા એમ બન્ને સદનના સાંસદ વચ્ચે સરેરાશ સંપત્તિમાં ₹ 69 કરોડનું અંતર છે. લોકસભામાં 'કરોડપતિ' સાંસદો (જેમની પાસે ₹1 કરોડથી વધુની સંપત્તિ છે તે)ની સંખ્યા સતત વધી રહી છે. વર્ષ 2024ની ચૂંટણીમાં ચૂંટાયેલા કુલ 543 સાંસદોમાંથી 504 કરોડપતિ છે. આનો સીધો અર્થ એવો થયો કે, દરેક 100 સાંસદમાંથી 93 એ ₹1 કરોડથી વધુની સંપત્તિ જાહેર કરી છે.
છેલ્લી ચાર લોકસભા ચૂંટણીઓના ડેટા દર્શાવે એ છે કે સાંસદોની સંપત્તિમાં સતત વધારો થયો છે. ખાસ કરીને લોકસભાના સાંસદ પર કરેલા સર્વેમાંથી આ વાત સામે આવી છે. વર્ષ 2009માં ફક્ત 58 ટકા સાંસદો કરોડપતિ હતા. આ આંકડો 2014માં 82 ટકા, 2019માં 88 ટકા અને 2024માં 93 ટકા થયો, જે 15 વર્ષમાં 35 ટકાનો વધારો દર્શાવે છે. આ દર્શાવે છે કે, સમય આગળ જતા સાંસદોની સંપત્તિમાં નોંધપાત્ર કહી શકાય એટલો વધારો થયો છે.
કોણ છે સૌથી ધનિક?

રાજ્યસભાના સૌથી ધનિક સાંસદ ડૉ. બંદી પાર્થસારથી (BRS) છે. એમની જાહેર કરેલી સંપત્તિ ₹ 5,300 કરોડથી વધારે છે. ભાજપના રાજિન્દર ગુપ્તા બીજા સ્થાને છે, એમની સંપત્તિ ₹ 5,053 કરોડથી વધુ છે. ગુપ્તા તાજેતરમાં AAP છોડીને ભાજપમાં જોડાયા છે. અલ્લા અયોધ્યા રામી રેડ્ડી YSRCPના છે એ ત્રીજા સ્થાને છે, એમની જાહેર કરેલી સંપત્તિ ₹ 2,577 કરોડથી વધુ છે.
રાજ્યસભાના 226 સાંસદોની કુલ સંપત્તિ ₹ 26,047 કરોડ છે. લોકસભામાં 'કરોડપતિ' સાંસદોની સંખ્યા વધુ હોવા છતાં રાજ્યસભા સરેરાશ સંપત્તિની દ્રષ્ટિએ નોંધપાત્ર રીતે આગળ છે. રાજ્યસભાના સાંસદોની સરેરાશ સંપત્તિ મૂલ્ય ₹ 115.25 કરોડ છે, જ્યારે લોકસભાના સાંસદો માટે, તે ₹46.34 કરોડ છે.
સરેરાશ સંપત્તિ કેટલી?
રાજ્યસભામાં અનેક પક્ષોના સાંસદો પાસે અપવાદરૂપે ઊંચી સરેરાશ સંપત્તિ છે. ત્રણ BRS સાંસદોની સરેરાશ સંપત્તિ મૂલ્ય ₹ 1,841.39 કરોડ છે. ત્યારબાદ સમાજવાદી પાર્ટી (₹ 399.71 કરોડ), TDP (₹ 251.95 કરોડ), YSRCP (₹ 170.88 કરોડ), NCP (₹ 149.35 કરોડ) અને કોંગ્રેસના (₹ 130.37 કરોડ) સાંસદોની સરેરાશ સંપત્તિનો ક્રમ આવે છે. આ આંકડા પક્ષ અનુસાર જે તે સાંસદોની સંખ્યા પરથી લેવામાં આવ્યા છે. ભાજપના રાજ્યસભાના સાંસદોની સરેરાશ સંપત્તિ મૂલ્ય ₹ 76.46 કરોડ છે. દરમિયાન, AITC રાજ્યસભાના નવ સાંસદોની સરેરાશ સંપત્તિ ₹ 16.72 કરોડ છે, અને DMK રાજ્યસભાના આઠ સાંસદોની સરેરાશ સંપત્તિ ₹ 11.90 કરોડ છે.
કઈ પાર્ટીના સાંસદ સૌથી વધુ પૈસાદાર?

સંપત્તિની દ્રષ્ટિએ લોકસભામાં સરેરાશમાં તેલુગુ દેશમ પાર્ટી (TDP) સૌથી આગળ છે. પાર્ટીના 16 સાંસદો પાસે સરેરાશ સંપત્તિ ₹ 442.26 કરોડ છે. ત્યારબાદ ભાજપના 240 સાંસદો પાસે સરેરાશ સંપત્તિ ₹ 50.04 કરોડ છે, DMKના 22 સાંસદો પાસે સરેરાશ સંપત્તિ ₹31.22 કરોડ છે, કોંગ્રેસના 99 સાંસદો પાસે સરેરાશ સંપત્તિ ₹22.93 કરોડ છે, AITCના 29 સાંસદો પાસે સરેરાશ સંપત્તિ ₹ 17.98 કરોડ છે અને સમાજવાદી પાર્ટીના 37 સાંસદો પાસે સરેરાશ સંપત્તિ ₹ 15.24 કરોડ છે. અનેક પક્ષોના લોકસભામાં તમામ વિજેતા ઉમેદવારો 'કરોડપતિ' છે. ટીડીપી, જેડી(યુ), શિવસેના (યુબીટી), શિવસેના, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), આરએલડી, આમ આદમી પાર્ટી, આઈયુએમએલ અને એનસીપીના બધા સાંસદો કરોડપતિ છે.
પક્ષ આધારિત કરોડપતિ સાંસદો અને ટકાવારી
લોકસભામાં સરેરાશ સંપત્તિ
મુખ્ય પક્ષો
પાર્ટી આધારિત
લોકસભા
રાજ્યસભા
