બૈરકપુરઃ કેન્દ્રીયમંત્રી રાજનાતસિંહે પાકિસ્તાનના રક્ષામંત્રીના નિવેદનની નોંધ લઈને જવાબ આપી દીધો છે. પાકિસ્તાનના રક્ષામંત્રીએ કહ્યું હતું કે, આ વખત હુમલો કૉલકાતા સુધી થશે. હવે આ નિવેદન સાથે રાજનાથસિંહે જવાબ આપતા કહ્યું હતું કે, પાકિસ્તાના એકવાર ઈતિહાસમાંથી પાઠ ભણી લેવો જોઈએ. ભારતની સંપ્રભુતાને પડકાર આપવાની ભૂલ ન કરતા.
બાંગ્લાદેશને યાદ કરાયું
પાકિસ્તાનના રક્ષામંત્રી એ જે નિવેદન આપ્યું છે એ અંગે હું એટલું જ કહીશ કે, એ ભૂલતા નહીં કે 55 વર્ષ પહેલા પાકિસ્તાને એકવાર બંગાળ બાજુ નજર કરવાનો પ્રયાસ કર્યો હતો, એ સમયે પાકિસ્તાનના જ બે ભાગલા પડી ગયા હતા અને બાંગ્લાદેશ બની ગયો હતો. હવે ફરીવાર જો પાકિસ્તાન કૉલકાતા બાજુ નજર આંખ ઊંચી કરીને જોવાનો પ્રયાસ કરે છે તો આવી વાતોથી તણાવ ફરી એકવાર વધી જશે.પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે શનિવારે કહ્યું હતું કે, ભારતે હુમલો કરીને કોઈ યુદ્ધ કર્યું તો એના જવાબમાં કૉલકાતામાં હુમલો કરવામાં આવશે.
કૉલકાતા પર નિશાન
સિયાલકોટથી પત્રકારો સાથે વાત કરતા પાકિસ્તાનના રક્ષામંત્રી આફિસે ઉમેર્યું હતું કે, આ વખતે ભારત અમને જવાબદાર ગણાવીને સૈન્ય ઑપરેશન કરવા માટે પ્રયાસ કરશે તો અમે કૉલકાતા પર નિશાન સાધીશું. ભારત પોતાના લોકો દ્વારા અથવા પાકિસ્તાનના નાગરિકો દ્વારા જુઠ્ઠાણું ચલાવવા માટે અભિયાન બનાવી રહ્યો છે, જેમા કેટલાક મૃતદેહોને બીજે ક્યાંક દેખાડીને એવું કહેવામાં આવ્યું કે, તેઓ આતંકવાદી હતા અને તેમણે આતંકી પ્રવૃતિ કરી હતી. ભારતે આ મુદ્દે કોઈ પ્રકારના પુરાવાઓ આપ્યા ન હતા.
ઑપરેશન સિંદૂર ચાલ્યું.
22 એપ્રિલ 2025માં પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાને લઈને ભારતે પાકિસ્તાનને વળતો જવાબ આપવા માટે ઑપરેશન સિંદૂર શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન પ્રાંતમાં આવેલા મુરીદકે જેવા આતંકી અડ્ડાનો નાશ કરી દેવામાં આવ્યો હતો. આ ઑપરેશન થકી પાકિસ્તાન દુનિયા સમક્ષ ઉઘાડું પડી ગયું હતું. આ ઘટના બાદ પણ પાકિસ્તાને પોતાની બચાવલક્ષી દલીલ કરીને ભારત સામે જુઠ્ઠાણું ફેલાવ્યું હતું.