Fri May 01 2026

Logo

મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી ખરેખર ધુરંધર ધામી છેઃ રાજનાથ સિંહ...

2026-03-21 16:36:20
Author: Mumbai Samachar Team
Article Image

હલ્દ્વાનીઃ ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને ચાર વર્ષ પૂરા થતા સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ સામેલ થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ધામીએ સંબોધન કર્યું જેમાં 2014 પછી વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતમાં એક ઐતિહાસિક સમય શરૂ થયો એવું કહ્યું હતું. 

શું કહ્યું રાજનાથ સિંહે?
હલ્દ્વાનીમાં રાજનાથસિંહે કહ્યું હતું કે, ઉત્તરાખંડના કર્મઠ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીના ચાર વર્ષનો કાર્યકાળની પૂર્ણાહુતી પર એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૂંટણીના સમયે એક જનસભામાં સંબોધન કરતા મેં કહ્યું હતું કે, આપણા ધામી કોઈ સાધારણ માણસ નથી તેઓ એક 'ધાકડ ધામી' છે. એમના ચાર વર્ષના કાર્યકાળમાં એમના દ્વારા કરવામાં આવેલા કાર્યો અંગે સાંભળ્યા બાદ એવું તારણ કાઢ્યું છે કે, મુખ્યમંત્રી ધામી કોઈ 'ધાકડ ધામી' નથી પણ એમને 'ધુરંધર ધામી' કહીએ તો પણ ખોટું નથી. તેમણે પોતાના કાર્યકાળમાં સારૂ એવું કામ કર્યું છે. 

10 હજારથી વધારે દબાણો દૂર
ઉત્તરાખંડ દેવતાઓની ભૂમિ છે. આપણી આસ્થા અને સંસ્કૃતિનું કેન્દ્ર છે. એની સુરક્ષા કરવી અને પવિત્રતા બની રહે એવું કામ કરવું અનિવાર્ય છે. અહીંયા રહેલા તમામ લોકોને અપીલ કરૂ છું કે, ઉત્તરાખંડની સુરક્ષા કરવી જોઈએ અને આની પવિત્રતા વધે એવા કામ કરવા જોઈએ. મુખ્યમંત્રી ધામીનું નેતૃત્વ અને આપણી સરકારનો સ્પષ્ટ સંદેશ એ છે કે, ઉત્તરાખંડમાં ગેરકાયદે કેટલાક પ્રવાસીઓની કોઈ જરૂર નથી.એમના નેતૃત્વમાં 10 હજારથી વધારે ગેરકાયદેસર દબાણ દૂર કરી દેવામાં આવ્યા છે. ઉત્તરાખંડ એક દેવભૂમિ છે. દેશમાં ઉત્તરાખંડને વીરભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

દેશની સીમા પર સુરક્ષામાં યોગદાન
દેશની સુરક્ષામાં ઉત્તરાખંડના લોકોનું પણ મોટું યોગદાન છે. રાજનાથસિંહે કહ્યું હતું કે, જ્યારે પણ દેશની બોર્ડર પર સુરક્ષા કરવાની વાત આવે ત્યારે ઉત્તરાખંડના લોકો પીછેહટ કરતા નથી. વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે પૂર્વ સૈનિકો અને સૈનિકો માટે વન રેંક વન પેન્શની લાંબી સમસ્યા ચાલી રહેલી આ માગને પૂરી કરી છે. ઉત્તરાખંડ સરકાર પ્રત્યે પોતાના પૂર્વ સૈનિકો અને શહીદોના પરિવારો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માગુ છું.પુષ્કરસિંહ ધામી પ્રજાલક્ષી કામગીરી કરી રહ્યા છે અને દરેક મોરચે એમનું યોગદાન શ્રેષ્ઠ છે