Fri May 01 2026

Logo

ટેબ્લેટ્સ પર કેમ જોવા મળે છે વચ્ચોવચ્ચ લાઈન્સ? 99 ટકા લોકોને નથી ખબર સાચું કારણ...

2026-05-01 22:05:49
Author: Darshana Visaria
Article Image

આપણે તમામ લોકોએ ક્યારેકને ક્યારેક કોઈપણ કારણસર ટેબ્લેટ્સ ખાધી પડી જ હશે. હવે જો દવા ખાધી હોય તો તમને ખ્યાલ હશે કે ટેબ્લેટ પર વચ્ચે એક લાઈન જોવા મળે છે. આપણામાંથી અનેક લોકો આ લાઈનને ટેબ્લેટની બનાવટનો એક ભાગ કે ડિઝાઈન સમજી લેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે મેડિકલ સાયન્સમાં ટેબ્લેટ પર જોવા મળતી આ લાઈનનું વિશેષ મહત્વ હોય છે. ચાલો આજે આપણે સ્ટોરીમાં આ વિશે વિસ્તારથી જાણીશું... 

ટેબ્લેટ પર બરાબર વચ્ચોવચ્ચ જોવા મળતી આ લાઈનને મેડિકલ સાયન્સની ભાષામાં 'સ્કોર લાઈન' (Score Line) કહેવામાં આવે છે. આ કોઈ એક્સિડેન્ટલ ડિઝાઈન નથી, પરંતુ ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ખાસ હેતુ માટે બનાવવામાં આવેલી હોય છે. આ લાઈન ખૂબ જ મહત્ત્વની હોય છે. 

અનેક વખત ડોક્ટર દ્વારા દર્દીની ઉંમર કે બીમારીની ગંભીરતા મુજબ 500mgની ગોળીને બદલે 250mg લેવાની સલાહ આપવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં, ગોળી પર જોવા મળતી આ સ્કોર લાઈન હોવાથી બરાબર બે સરખા ભાગમાં તોડી શકાય છે, જેને કારણે દવાનો ડોઝ ઓછો-વધારે થતો નથી. 

દવાના ડોસેઝના પ્રમાણની સાથે સાથે ગોળીને તોડવામાં પણ આ લાઈન મહત્ત્વનો રોલ પ્લે કરે છે. તમે જોયું હશે તો તમને ખ્યાલ હશે કે જે ગોળીઓ પર લાઈન નથી હોતી, એ ગોળીને તોડતી વખતે તેનો ભૂકો થઈ જાય છે કે પછી તે આડી અવળી તૂટે છે. ગોળી પર લાઈન હોવાથી તેને હાથની પણ સરળતાથી તોડી શકાય છે.

ઉત્પાદન પ્રક્રિયાની દ્રષ્ટિએ પણ ગોળીઓ પર જોવા મળતી આ લાઈન્સ મહત્ત્વની હોય છે. કેટલીકવાર મેન્યુફેક્ચરિંગ દરમિયાન પણ આ લાઈન બનાવવામાં આવે છે, જે ટેબ્લેટની ઓળખ અને પેકેજિંગમાં પણ મદદરૂપ થાય છે.

છે ને એકદમ કામની અને અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.