વિશાખાપટ્ટનમઃ ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરતા, પ્રોજેક્ટ 17A નું સાતમું અને અંતિમ સ્ટીલ્થ ફ્રિગેટ 'મહેન્દ્રગિરી'જહાજને સેનાના કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. માઝાગોન ડોક દ્વારા બનાવવામાં આવેલ,આ યુદ્ધ જહાજમાં 75% સ્વદેશી ઉપકરણઓ, બ્રહ્મોસ મિસાઇલો અને અદ્યતન રડાર સિસ્ટમથી સજ્જ છે.આશરે 10,000 કિમીની રેન્જ સાથે આ જહાજ રડારના એરિયાથી બચવા માટે પણ સક્ષમ છે.હવે આ જહાજ હિંદ મહાસાગરમાં ભારતની દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવશે.
મહેન્દ્રગીરીના નામ પાછળની વાત
જહાજનું નામ ઓડિશાના ઉંચા પર્વત શિખર પરથી રાખવામાં આવ્યું છે,જે તેની શક્તિ અને ભવ્યતાનું પ્રતીક છે. મહેન્દ્રગિરીની પ્રહાર ક્ષમતા એ સમુદ્રનો સૌથી ભયંકર શિકારી બરોબર છે.આ યુદ્ધ જહાજ બ્રહ્મોસથી સજ્જ છે.વિશ્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ જે સરફેસ ટુ સરફેસ સચોટ પ્રહાર કરવા સક્ષમ છે.હવાઈ જોખમનો સામનો કરવા માટે, તેમાં 'બરાક-8' મિસાઇલો,સ્વદેશી ટોર્પિડો અને રોકેટ લોન્ચર છે,જે તેને મલ્ટિપલ પ્લેટફોર્મ સામે લડવા સજ્જ બનાવે છે. આ ફ્રિગેટને સ્ટીલ્થ-ક્લાસ જહાજ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે કારણ કે તેની અનોખી ડિઝાઇન રડાર તરંગોને શોષી અથવા પ્રતિબિંબિત કરવામાં સક્ષમ છે.
રડારમાં નહીં આવે
તે દુશ્મન રડાર માટે વર્ચ્યુઅલ રીતે અદ્રશ્ય રહે છે.બોર્ડ પર સ્થાપિત અદ્યતન MF-STAR રડાર સિસ્ટમ સેંકડો હવાઈ લક્ષ્યોનું એકસાથે નિરિક્ષણ અને ટ્રેક કરવાની નોંધપાત્ર ક્ષમતા ધરાવે છે.ડીઝાઈન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે, આસપાસમાં રડારમાં તે ઝડપથી ટ્રેક થઈ શકે એમ નથી. મહેન્દ્રગિરીની સૌથી નોંધપાત્ર વિશેષતા તેની 5,500 નોટિકલ માઇલ (આશરે 10,000 કિમી) થી વધુની રેન્જ છે,જે લાંબા ગાળાના મિશન માટે યોગ્ય બનાવે છે. બે શક્તિશાળી ગેસ ટર્બાઇન અને ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત,આ જહાજ 28 નોટ (52 કિમી/કલાક) ની ગતિથી દોડી શકે છે. જે તેને ઝડપથી ફ્રન્ટલાઈન સુધી પહોંચવા સક્ષમ બનાવે છે. INS મહેન્દ્રગિરી સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં ભારતની વધતી જતી આત્મનિર્ભરતાનો સૌથી મોટો પુરાવો છે.
સ્વદેશી જહાજ
જહાજમાં 75% સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. તે જૂના શિવાલિક વર્ગના આધુનિક અપગ્રેડનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ અને અદ્યતન સેન્સર્સનો સમાવેશ થાય છે.તે ભારતની સ્વદેશી ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષમતાઓની પ્રબળ માન્યતા તરીકે સેવા આપે છે. હિંદ મહાસાગરમાં વધતા જતા ભૂરાજકીય પડકારો વચ્ચે - ખાસ કરીને ચીન અને પાકિસ્તાનની વધતી જતી પ્રવૃત્તિ વચ્ચે મહેન્દ્રગિરી ભારતની 'બ્લુ વોટર નેવી' ની ક્ષમતાઓને નવી ઊંચાઈએ લઈ જાય છે.ભવિષ્યમાં, આ યુદ્ધ જહાજ ભારતની દરિયાઈ સીમાઓના સંરક્ષણ માટે ફ્રન્ટલાઈન કવચ તરીકે સેવા આપશે અને દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.