Thu Sep 03 2026

Logo

રાજકોટની ગોકુલ હોસ્પિટલના ઉભા બે ફાડિયા થશે? શહેરમાં ચર્ચાતો સવાલ

2026-06-01 14:49:00
Author: Pooja Shah
રાજકોટની ગોકુલ હોસ્પિટલના ઉભા બે ફાડિયા થશે? શહેરમાં ચર્ચાતો સવાલ

સૌરાષ્ટ્રનું હબ એટલે રાજકોટ અને રાજકોટની એક ખ્યાતનામ હોસ્પિટલ જે અગાઉ ગેરકાયદે બ્રિજ બનાવવા માટે અને પાર્કિંગ એરિયા કવર કરવા બાબતે પણ  દંડ ભોગવી ચૂકી છે તેવી ગોકુલ હોસ્પિટલ ફરી ચર્ચાના ચકડોળે ચડી છે. 

ગોકુલ હોસ્પિટલ મેનેજમેન્ટમાં સામેલ ડોક્ટરોએ કથિત ભ્રષ્ટાચાર મામલે બાંયો ચડાવી છે અને હવે સામસામે આવી ગયા છે.
ડોક્ટર પ્રકાશ મોઢા અને વિશાલ મોઢા વર્સિસ આઈ એમ એ ના પ્રેસિડેન્ટ અને આઈસીયુ હેડ ડો. તેજસ કરમટા તથા તેમની ટીમ ડો. દિગ્વિજય સિંહ જાડેજા અને ડો. તેજસ મોતિવરસ કથિત રૂ. 15 કરોડના હોસ્પિટલ મેનેજમેન્ટના ભ્રષ્ટાચાર બાબતે સામસામે આવી ગયા છે અને ગોકુલ હોસ્પિટલના ઉભા બે ફાડિયા થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળે છે. આ વાત  છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને એક રાજકીય કદાવર નેતા પણ મધ્યસ્થી કરવા ગયા હતા જે બંને પક્ષે સ્વીકાર્ય રહ્યું ન હતું, તેવી માહિતી પણ નીકટવર્તીઓ દ્વારા મળી હતી. 
છેલ્લી મળતી માહિતી મુજબ 7 કરોડમાં સેટલમેન્ટ થયું છે અને ભવિષ્યમાં આઈસીયુ ટીમ સપ્ટેમ્બર મહિનામાં હિસાબ પતી જાય પછી હોસ્પિટલ મેનેજમેન્ટ માંથી છૂટી પડશે.      

ગોકુલ હોસ્પિટલના રાજકોટમાં ત્રણ તથા સૌરાષ્ટ્રભરમાં નાના યુનિટો કાર્યરત છે. કોવિડના સમય પછીથી હિસાબના ગોટાળા સામે આવ્યા છે એવી માહિતી મળી રહી છે.