Tue Aug 25 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ વરસાદીય વનસ્પતિ...

2026-08-25 11:01:00
Author: Dr. Harsha Chadwa
આહારથી આરોગ્ય સુધીઃ વરસાદીય વનસ્પતિ...

ડૉ. હર્ષા છાડવા

ચોમાસાની ઋતુમાં વરસાદના પાણીથી ધરતી પર હરિયાળી છવાઇ જાય છે. આ સમય દરમિયાન કુદરતી વનસ્પતિમાં ઝડપી વધારો થાય છે. અનેક પ્રકારની વનસ્પતિઓ ઊગી નીકળે છે, જે માનવ માટે તેમ જ અન્ય જીવો-પશુઓ માટે વરદાનરૂપ છે. એથી કુદરત વનસ્પતિના રૂપે આપણી જરૂરિયાત પૂરી કરે છે. માહિતીના અભાવના કારણે આનાથી આપણે વંચિત રહીએ છીએ.

વરસાદીય વનસ્પતિમાં ગાબોડી ભાજી છે. જે વેલા રૂપે થાય છે. તેના પર  મોહર (નાની કળીઓ કે નાનાફળ) જે ગોળ આકારના જુવારના દાણા જેવા હોય છે. એટલે જેમ કેરીના ઝાડ પર મોહરો આવે તેવી આ એક મોંઘી ભાજી છે. લીલા રંગની મોહર હોય છે. આનું શાક બનાવી ખવાય છે. આ ક્રીસ્પી અને ક્રંચી છે. જેથી સ્વાદ પણ મધુર છે. મહારાષ્ટ્રમાં આ ભાજી મોટા પ્રમાણમાં થાય છે. વરસાદની ઋતુમાં થતી શારીરિક તકલીફ સામે લડવા માટે આ ભાજી ઉત્તમ છે. 

ઇમ્યુનિટી વધારવા માટે તેમ જ પેટની તકલીફો દૂર કરવા માટે આ ભાજીનો ઉપયોગ કરવો જેથી વરસાદીય બીમારીથી લડી શકાય છે. આ ભાજી વર્ષમાં એકાદ મહિનો જ મળે છે. કવલીભાજી આનું વાન્સ્પતિક નામ કલોરો ફાઇટમ બોરી વિલિયમ સાંતાપાંઉ આની ઉપલબ્ધતા આખા વર્ષ દરમિયાન હોય છે. પણ માહિતી ન હોવાથી વપરાશ કોઇ એક જાતિ જ કરે છે. આના કોમળ પાનનો ઉપયોગ કરાય છે. આના પર સફેદ ફૂલ આવે છે. કાર્બોહાઇડ્રેટથી ભરપૂર છે. જેથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માટે સહાયક છે. વરસાદની ઋતુમાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. સંક્રમણ વખતે આનો ઉપયોગ આદિવાસી જાતિ કરે છે.

શેવળાભાજી આ ફક્ત વરસાદના દિવસોમાં જ ઊગે છે. આને હેગન સ્ટોલ્ક યેમ કહેવાય છે. એ અડધા ભારતમાં ઊગે છે. આનું શાક અને આમટી (એક પ્રકારની દાળ) બનાવામાં આવે છે. આ એક અણમોલ વિરાસત છે. ચમકીલા નારંગીની ડાળી હોય છે. પાનનો રંગ પીળો બેંગની હોય છે. દેખાવે ખૂબ જ સુંદર છે. આનું શાક કે દાળ ખટાશ નાખીને બનાવાય છે. મુંબઇની આસપાસ થાણા, પુણે, નાશિક, પાલઘર, રાયગઢમાં આ ખૂબ મળે છે. મુંબઇનાં એક પોષણ વિશેષજ્ઞ અનુસાર આ ભાજી એ દેવીકૃપા છે એમ વર્ણવ્યું છે. શરીરનો બાંધો મજબૂત કરે છે. પાઇલ્સની બીમારીમાં આનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. આ ભાજી મળે તો તેનો ઉપયોગ જરૂરથી કરવો.

તીતરોઇ, નેવલાતુરી કે ચિંચિડા આ ભાજી પણ વરસાદીય એક વેલ છે. લાંબી પતલી વેલ છે. આના ફળ તેઢા-મેઢા (આકારમાં અલગ) છે. આનો ઉપયોગ શાક, ભજિયા અને દાળ બનાવવામાં થાય છે. પેટની સમસ્યા, પિત્ત અને ગરમી ઓછી કરવામાં સહાયક છે. રક્તશુદ્ધિ માટે આનો ઉપયોગ થાય છે.

કુરદુ ભાજી લેટીન નામ સેલોસિયા અજેન્ટીયા વરસાદી ભાજી છે. મુંબઇની આસપાસ થાણા, પાલઘર પાસે મળી રહે છે. આનો આર્યુર્વેદિક ચિકિત્સામાં કીડની સ્ટોન માટે થાય છે.

ટાકલા ભાજી આનો ઉપયોગ મહારાષ્ટ્રમાં ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. વરસાદમાં જગ્યા જગ્યાએ આ ખૂબ ઊગે છે. આનું બીજું નામ શકમર્દ કે તગા છે. આખા ભારતમાં મળી રહે છે. ઇમ્યુનિટી માટે પેશાબના રોગો માટે આનો ઔષધીય ઉપયોગ પણ થાય. આ સરળતાથી મળી રહે છે. ફક્ત એકથી બે મહિના વરસાદમાં જ મળે છે. મહારાષ્ટ્રીય જાતિના લોકો આનો ખૂબ ઉપયોગ કરે છે.

બાપટા આ એક તીવ્ર સુંગધવાળી ભાજી છે. આને બાકી તેનું પાણી કાઢી નાખવું પછી તેનું શાક કે અન્ય ભાજીમાં નાખીને ખાઇ શકાય છે.
કોરાટા આનું વાનસ્પતિક નામ રાઇટિયા ટિનકટોરિયા છે. આ એક પર્ણપાતી વૃક્ષ છે. આના ફળ લટકતા હોય છે. મહારાષ્ટ્રમાં આનો ઉપયોગ શાક બનાવવા થાય છે.
કાકડ (ગરુગા પિન્નાટા) આ ફળ ભાજી છે. મુંબઇનાં બજારોમાં ખૂબ મળે છે. શાક બનાવામાં થાય છે.

ભારંગી ભાજી વરસાદમાં ફકત થોડા જ દિવસ મળે છે. આનો ઉપયોગ શાક બનાવીને ખવાય છે. બાકી તેનું પાણી કાઢીને ઉપયોગ થાય છે. આનો ઉપયોગ ડાયાબિટીસને જડમૂળથી કાઢી નાખવા માટે થાય છે. આર્યુવેદની દવામાં આના મૂળનો ઉપયોગ કરીને ડાયાબિટીસની દવા બનાવવા થાય છે. શરીરને મજબૂત બનાવે છે.
આ વરસાદની મોસમમાં મળતી ભાજીઓનો ઉપયોગ કરીને સ્વાસ્થ્યને સુદૃઢ બનાવો, આપની આસપાસ આ ભાજીઓ મળે છે. તે આપને જે ફાવતી હોય તેનો ઉપયોગ જરૂર કરો.