Fri Oct 02 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ રાષ્ટ્રીય પોષણ મહિનો સપ્ટેમ્બર

2026-09-08 10:23:00
Author: Dr Harsha Chadwa
આહારથી આરોગ્ય સુધીઃ રાષ્ટ્રીય પોષણ મહિનો સપ્ટેમ્બર

ડૉ. હર્ષા છાડવા

શરીરને ટકાવવા સારું સ્વાસ્થ્ય જરૂરી છે. મજબૂત શરીર માટે પૌષ્ટિક આહાર અને યોગ્ય પોષણ આવશ્યક પૌષ્ટિક ખોરાક રોગપ્રતિકારક શક્તિ વધારીને શરીરને અનેક બીમારીઓ સામે રક્ષણ આપે છે. પોષણ એ બાયોકેમિકલ અને શારીરિક પ્રક્રિયા છે જેના દ્વારા સજીવ તેના જીવનને ટેકો આપવા ભોજન અને પાણી ઉપયોગ કરે છે.

સપ્ટેમ્બર પૂરો મહિનો રાષ્ટ્રીય પોષણ મહિના તરીકે મનાવાય છે. સુપોષિત  ભારત, સક્ષમ ભારત, સશક્ત ભારત એ થીમ છે. ગરીબી કે અસ્વાસ્થ્યકારક  ખાદ્ય આપૂર્તિ પોષણ સૂચકાંક પણ પ્રભાવિત છે. ઉચિત પોષણ ઉપલબ્ધ કરાવવા માટે સરકારે આ કાર્ય શરૂ કર્યુ છે. આ કાર્યક્રમ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આઠ માર્ચ બે હજાર અઢારથી શરૂ કર્યો છે. જેને પોષક અભિયાન યોજના કહેવાય છે. 

સ્વાસ્થ્ય, તંદુરસ્તી, રોગો અને કુપોષણથી પ્રતિરક્ષાથી લડવાની ક્ષમતાને વિકસિત કરવાની આ યોજના છે. નાગરિકોને પોષણનું મહત્ત્વ સમજાવા અને જાગરુકતા માટેનું આ એક અભિયાન છે. આ યોજના ગર્ભવતી સ્ત્રીઓ, બાળકો કે પુખ્તવયના જે લોકો ગરીબ છે. તેના માટે વધુ ધ્યાન આપે છે. આ અભિયાન દરેકને લાગુ પડે છે.

આધુનિક સમયમાં જે પ્રકારનો ખોરાક કે ભોજન લેવાય, યુવાઓ કે અન્ય મોર્ડન વ્યક્તિ જે અપ્રાકૃતિક, બજારૂ, કેમિકલવાળા, ફકત સ્વાદને આધારિત જ ખોરાક લે છે તેમણે પણ જાણવું જરૂરી છે. કારણ આ અપ્રાકૃતિક કેમિકલવાળા પદાર્થો નાગરિકોને બીમાર કરી રહ્યા  છે. આ ફૂડ વેલ્યૂ વગરના ખોરાક પણ કુપોષણમાં જ ગણવા જોઇએ. જે રીતે દવાખાના, હૉસ્પિટલોના ચક્કરો લોકો ખાય છે. ગોળીઓના ડબ્બાઓ સાથે રાખવા પડે છે. એ એક પ્રકારનું કુપોષણ જ છે. 

ખાદ્યના નિયમો ખૂબ જ સખત રીતે પાલન કરાવવા જરૂરી છે. આ યુવા પેઢી જે રીતે બીમાર પડી રહી છે. એ મોટી ચિંતાનો વિષય છે. વધુ સુવિધાઓને કારણે શારીરિક શક્તિ ક્ષીણ થતી જાય છે. એસીવાળી ઓફિસોમાં બેસીને રૂપિયા કમાવા છે અને અલગ અલગ ખાદ્ય દુકાનો કે રેસ્ટોરન્ટ કે અન્ય જગ્યાએથી ખાવાનું ઓર્ડર મંગાવીને ખાવું છે. જેમાં ફકત સ્વાદ, કેમિકલવાળા વાસી પદાર્થો ખાઇને પૈસાદાર લોકો જે રીતે કુપોષિત થઇ રહ્યાં છે એ તરફ ધ્યાન દોરવું ખૂબ જરૂરી બની ગયું છે.

કહેવાય છે કુપોષણ આજના સમયની ગંભીર વૈશ્ર્વિક સમસ્યા છે. ભારત સહિત અન્ય લાખો લોકો એનો શિકાર છે. કુપોષણ માટે કેવળ ભોજનની કમી નહીં પણ આધુનિક લાઇફ સ્ટાઇલ અને અન્ય સામાજિક કારણો પણ જવાબદાર છે. શરીરને પ્રોટીન વિટામિન અને મિનરલ આવશ્યક માત્રાથી ઓછા મળવા એ તે પણ છે. બદલાતી જીવનશૈલીના કારણે અમીર અને મધ્યમવર્ગ પણ આનો શિકાર બને છે.

ફાસ્ટ ફૂડ, ડબ્બાબંધ, કોલ્ડડ્રીંક, ખરાબ રીતે બનેલી ફૂડ આઇટમો જેમાં પોષક તત્ત્વો શૂન્ય છે. આના કારણે વ્યક્તિઓ હીડન ડેન્જરના શિકાર બની રહ્યા છે. આહારમાં અસંતુલન પણ જવાબદાર છે. જે વ્યક્તિને ધીરે ધીરે નબળું અને કુપોષિત બનાવે છે. આની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. જે રીતેના યુવાઓ આંદોલન કરી રહ્યાં છે. તેમનું માનસિક સ્વાસ્થ્ય બગડવું એ બતાવે છે. તેઓ ફાસ્ટફૂડ વધુ પસંદ કરી રહ્યા છે. જેથી તેઓ માનસિક રીતે ઉગ્ર બની રહ્યા છે.

સ્વાસ્થ્યના પ્રોગ્રામ બનાવાથી સ્વાસ્થ્ય નથી મળતું, આની માટેની સમજ કેળવવી જરૂરી છે. આ નાનપણથી આદત પાડવી જરૂરી છે. પોષક તત્ત્વોની જાણકારી પહેલેથી આપવી જરૂરી છે. રિફાઇન્ડ વસ્તુઓનો વપરાશ બંધ કરી દેવાથી કંપની પોતાની મેળે જ બંધ થઇ જશે અને તેઓ નવા વિકલ્પો ગોતશે. જો  આ રિફાઇન્ડ ખાદ્ય વસ્તુઓ વપરાશ કરશું તો તે કયારેય બંધ નથી થવાના. ભ્રામક જાહેરાતો બનાવીને વેચવાના છે તેઓ ફકત પોતાનો નફો જ જુવે છે સ્વાસ્થ્ય નહીં.

બાહ્ય ભોજન તેમ જ પેકેટની વસ્તુઓ જેવી કે બિસ્કિટ, ટોસ, ખારી, બટર, આઇસક્રીમ, કોલ્ડડ્રિંક, રિફાઇન્ડ, તેલ, રિફાઇન્ડ સાકર, જામ, કેચઅપ, ચહા, કોફી, ચોકલેટ, નકલી ઘી વગેરે વસ્તુઓ જે ઘરઘરમાં ભરેલી છે. તે કુપોષણનું સૌથી મોટું કારણ છે. આ આપમેળે બંધ કરી દો પછી સરકાર જવાબદાર છે. એવું કહેવું નહીં પડે. 

આપણે આ વસ્તુઓનો વપરાશ કરી કુપોષિત કે બીમારીના શિકાર થઇએ છીએ એવું કહેવું નહીં પડે. પછી સ્વાસ્થ્યની કોઇ યોજના કે કાર્યક્રમની જરૂર નહીં પડે. હોસ્પિટલોનાં મોટાં બિલ ભરવાની જરૂર નહીં પડે. કોઇ કાર્યક્રમ કે યોજનાથી સુધારો કરવો એ જરૂરી નથી. સ્વથી સુધરવું જરૂરી  બનશે. જેથી માનસિક બીમારીઓ કે શારીરિક બીમારીઓના કાર્યક્રમ કે લેખો લખવાની જરૂર નહીં પડે.

આ સપ્ટેમ્બર મહિનો એવો બનાવીએ કે સ્વાસ્થ્ય કાયમ સુખાકારી રહે તે માટેની જાગૃતા આજથી કેળવીએ.