નવી દિલ્હી: દેશમાં સીઇસી અને વોટ ચોરી મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના એક પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ દ્રૌમુદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. તેમજ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિએ અમારી પાસે વોટ ચોરીના પુરાવા માંગ્યા છે. તેમજ જ્યારે આ બેઠક ચાલી રહી હતી ત્યારે વિપક્ષના અન્ય સાંસદો વિજય ચોક ખાતે ધરણાં કરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ સાથેની બેઠક દરમિયાન વિપક્ષના પ્રતિનિધિમંડળે વોટ ચોરી અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
નરેન્દ્ર મોદી વોટ ચોરીના મુખ્ય સૂત્રધાર
રાષ્ટ્રપતિને મળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે ,આખો દેશ જાણે છે કે વોટ ચોરી થઈ રહી છે. નરેન્દ્ર મોદી આના મુખ્ય સૂત્રધાર છે. જ્યારે અમિત શાહ અને જ્ઞાનેશ કુમાર તેનો અમલ કરી રહ્યા છે. આજે ભારતના રાષ્ટ્રપતિએ આ હકીકતને નકારી ન હતી.
I just sat in quite an unbelievable meeting with the President of India. We presented our memorandum to her outlining PM Modi and HM Amit Shah’s gross subversion of India’s electoral system and seeking CEC Gyanesh Kumar’s resignation. I was shocked that the President did not deny Vote Chori. Instead, she asked us to bring her proof. We will bring her a mountain of it. The INDIA bloc will gladly submit every piece of evidence before her. We welcome her assurance that she will examine the matter and take action.
— Rahul Gandhi (@RahulGandhi) October 9, 2026
12 ઓક્ટોબરે ચીફ જસ્ટિસને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ એક આવેદનપત્ર સોંપવામાં આવશે
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે 12 ઓક્ટોબરે ચીફ જસ્ટિસ (CJI) સૂર્ય કાંતને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ એક આવેદનપત્ર સોંપવામાં આવશે. આ અગાઉ સંસદ ભવનથી કૂચ કરી રહેલા ઇન્ડી ગઠબંધનના અન્ય સાંસદોને પોલીસે વિજય ચોક ખાતે અટકાવ્યા હતા.
ચૂંટણીઓ EVMને બદલે બેલેટ પેપરથી યોજવાની માંગ
આ ઉપરાંત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "અમારા ગઠબંધન પક્ષોના નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી અને તેમને એક આવેદનપત્ર સુપરત કર્યું છે. ચાર દિવસ પહેલા શરૂ થયેલા 'વોટ ચોરી' વિરુદ્ધના આંદોલન વિશે રાષ્ટ્રપતિને માહિતગાર કરવા માટે જ અમે ખાસ કરીને ત્યાં ગયા હતા. અમે વિગતવાર રજૂઆત કરી હતી. અમે ખાસ કરીને વોટ ચોરીનો મુદ્દો અને જ્ઞાનેશ કુમાર દ્વારા કરવામાં આવેલી ગંભીર ભૂલનો મુદ્દો ઉઠાવ્યો હતી. તેમજ અમે માંગ કરી છે કે ચૂંટણીઓ EVMને બદલે બેલેટ પેપરથી યોજવાની માંગ કરી હતી.