નવી દિલ્હીઃ શનિવારે CJP (કોક્રોચ જનતા પાર્ટી) દ્વારા મહા વિરોધ પ્રદર્શન થવાનું છે. આ માટે દિલ્હીના કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ ટુકડીને જવાબદારી સોંપવામાં આવી છે. ભારત સરકારે સોશિયલ મીડિયા કંપનીઓેને સલાહ આપતા કહ્યું છે કે, હાલની સ્થિતિને ધ્યાને લેતા, વિરોધ પ્રદર્શન સંબંધિત ગેરકાયદે સામગ્રી સંબંધિત સામગ્રી અંગે કાયદા અમલીકરણ એજન્સીઓ સહિતની અધિકૃત સંસ્થાઓ તરફથી મળેલી ફરિયાદો પર કાર્યવાહી કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ. આ માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.
મંત્રાલયે સોશિયલ મીડિયા કંપનીને શું કહ્યું?
સૂત્રોમાંથી વિગત મળી હતી કે, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે એક સલાહકારી સૂચના (એડવાઈઝરી) જારી કરી છે. આ સૂચનામાં ચાલુ વિરોધ પ્રદર્શનોને લગતી એવી માહિતીના ઓનલાઈન પ્રસાર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જે ખોટી, ગેરમાર્ગે દોરનારી, તોડમરોડ કરીને રજૂ કરાયેલી અથવા સંદર્ભ બહારની હોય. મંત્રાલયે આશંકા વ્યક્ત કરી છે કે, આવી ગેરકાયદેસર સામગ્રી જાહેર વ્યવસ્થા અને સામાજિક સહયોગ પર અસર કરી શકે છે, કાયદો અને વ્યવસ્થાની સમસ્યાઓ ઊભી કરી શકે છે અને હિંસા ભડકાવી શકે છે. મંત્રાલયે સોશિયલ મીડિયાની મુખ્ય કંપનીઓને સલાહ આપી છે કે, તેઓ આવી ગેરકાયદેસર સામગ્રીની ઓળખી અને અધિકૃત સરકારી સંસ્થાઓ તરફથી મળેલી ફરિયાદોના આધારે કાર્યવાહીને પ્રાથમિકતા આપે.
પ્રાથમિકતા આપવા કહ્યું
સરકારે સોશિયલ મીડિયાની મુખ્ય કંપનીઓને સૂચના આપી છે કે તેઓ ચાલુ વિરોધ પ્રદર્શનોને લગતી ગેરકાયદેસર સામગ્રી જેમાં ખોટી, ગેરમાર્ગે દોરનારી અને સાથે છેડછાડ કરાયેલી સામગ્રીનો સમાવેશ થાય છે તેની ઓળખ કરે. મંત્રાલયે તેમને અધિકૃત સરકારી સંસ્થાઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી મળતી ફરિયાદો પર કાર્યવાહીને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને સલાહ આપી છે કે તેઓ તેમના પ્લેટફોર્મ પર શેર કરવામાં આવતી એવી માહિતી બાબતે વધુ સતર્કતા રાખે જે જાહેર વ્યવસ્થા અથવા સામાજિક સૌહાર્દને ખોરવી શકે છે.