Fri Oct 09 2026

Logo

લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણી પરિણામો અંગે પીએમ મોદીનું નિવેદન, કહ્યું આ જનાદેશ અમને મજબૂત બનાવશે

2026-10-09 20:13:59
Author: Chandrakant Kanoja
લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણી પરિણામો અંગે પીએમ મોદીનું નિવેદન, કહ્યું આ જનાદેશ અમને મજબૂત બનાવશે

નવી દિલ્હી: દેશના ચાર રાજ્યોની પાંચ વિધાનસભા બેઠકો અને લોકસભા બેઠકની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં મોટા ભાગે ભાજપની જીત થઇ છે. જેના પગલે પીએમ મોદીએ પેટાચૂંટણીના સારા પરિણામો અંગે ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું  લોકોના સતત આશીર્વાદ બદલ હું તેમનો આભારી છું. નાગાંવ લોકસભા ચૂંટણી અને નંદીગ્રામ તથા રેજીનગર વિધાનસભા ચૂંટણીના પરિણામો ફરી એકવાર સુશાસનના ભાજપ-એનડીએના એજન્ડા સાથે લોકોના ગાઢ જોડાણને દર્શાવે છે. હું વિજયી ભાજપ ઉમેદવારોને અભિનંદન પાઠવું છું અને અમારા પક્ષના કાર્યકરોની સખત મહેનતની પણ પ્રશંસા કરું છું.

પુડુચેરીની થટ્ટાનચાવડીમાં જીત બદલ NDA સહયોગી પક્ષને શુભેચ્છા આપી 

પીએમ મોદીએ વધુમાં કહ્યું, હું પુડુચેરીની થટ્ટાનચાવડી બેઠક પર મળેલી જીત બદલ અમારા મુખ્ય NDA સહયોગી પક્ષ AINRC ને પણ અભિનંદન પાઠવું છું. આ જનાદેશ અમને વધુ મજબૂત બનાવશે કારણ કે અમે લોકોના કલ્યાણ અને તેમના સમૃદ્ધ ભવિષ્યની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે સતત કાર્યરત છીએ.

 નંદીગ્રામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય 

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળની નંદીગ્રામ વિધાનસભા બેઠક પર ભાજપના હંસીરાની રાઠે 1,22,753  મતોના વિક્રમી અંતરથી જીત મેળવી છે. જ્યારે ભાજપના ઉમેદવાર શંકરવ સરકારે રેજીનગર વિધાનસભા બેઠક  75,816  મતોથી જીતી લીધી છે. આસામમાં નાગાંવ લોકસભા મતવિસ્તારમાં ભાજપના દેબાશિષ શર્માએ જંગી સરસાઈ મેળવી છે.