Fri Oct 09 2026

Logo

મથકો પાછળ ખાંડમાં રૂ. 130થી 160ની તેજી...

2026-10-09 19:39:47
Author: Ramesh Gohil
મથકો પાછળ ખાંડમાં રૂ. 130થી 160ની તેજી...

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતની ખાંડ મિલો પર પુરવઠાખેંચની સ્થિતિ સામે સ્થાનિક તેમ જ દેશાવરોની માગ પ્રબળ રહેતાં ટેન્ડરોના ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ તેજી આગળ ધપતાં હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. 130નો અને મિડિયમ ગે્રડની ખાંડમાં રૂ. 160ની તેજી આગળ ધપી હતી. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે મથકો પરના પ્રોત્સાહક અહેવાલ અને ઔદ્યોગિક વપરાશકારોની આગામી તહેવારોની મોસમની પ્રબળ માગ રહેતાં સ્મોલ અને મિડિયમ ગે્રડની ખાંડના ભાવમાં અનુક્રમે ક્વિન્ટલે રૂ. 200 અને રૂ. 175નો ઉછાળો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં અંદાજે 29થી 30 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે ઉપાડ લગભગ 27થી 28 ટ્રકનો રહ્યો હતો. તેમ જ મથકો પરના પ્રોત્સાહક અહેવાલે હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 130ની તેજી સાથે રૂ. 4832થી 4952માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 160ની તેજી સાથે રૂ. 4932થી 5092માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા. 

વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે મથકો પરના પ્રોત્સાહક અહેવાલ તેમ જ આગામી નવરાત્રી, દશેરા અને દિવાળીની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા ઔદ્યોગિક વપરાશકારોની આક્રમક લેવાલી અને સ્થાનિક ડીલરોની માગને ટેકે સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 200ની તેજી સાથે રૂ. 4750થી 4800માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 175ની તેજી સાથે રૂ. 4825થી 4900માં થયાના અહેવાલ હતા.