Fri Oct 09 2026

Logo

પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાશે

2026-10-09 20:03:17
Author: Mayur Patel
પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાશે

Khodaldham Kagvad, Navratri Special, Khodaldham Padyatra, Naresh Patel Khodaldham, Maa Khodiyar, Gujarat Navratri, Kagvad Temple News, Khodaldham Dhwajarohan


કાગવડઃ આગામી તારીખ 11 ઓક્ટોબરથી હિંદુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. દર વર્ષની પરંપરા પ્રમાણે સતત 16મા વર્ષે નવરાત્રિના પ્રથમ દિવસે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા   ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.  

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આ પદયાત્રામાં દર વર્ષની જેમ બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને ખોડલધામ મંદિરે પહોંચી મા ખોડલના દર્શન કરી, આશીર્વાદ લેશે. કાગવડ ગામથી ખોડલધામ મંદિરે પદયાત્રા થકી પહોંચ્યા બાદ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે. નવરાત્રિના નવે-નવ દિવસ માતાજીને અવનવા શણગાર, હવન અને ધ્વજારોહણ કરી શ્રદ્ધાળુઓ આરાધના કરશે. નવરાત્રિ દરમિયાન  ખોડલધામ મંદિર પરિસર લાઇટિંગથી ઝગમગી ઉઠશે.

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા દર વર્ષે આસો મહિનાની નવરાત્રિના પ્રથમ નોરતે શ્રી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે ક્રમ આ વર્ષે પણ ચાલુ રાખી પ્રથમ નોરતે 11 ઓક્ટોબર ને રવિવારના રોજ સવારે 9 કલાકે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પરંપરાગત પદયાત્રામાં શ્રદ્ધાળુઓ જોડાશે અને મા ખોડલના જય જયકાર સાથે શ્રી ખોડલધામ મંદિર પહોંચશે અને મા ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી ધ્વજારોહણ કરવામાં આવશે. પ્રથમ નોરતે  ખોડલધામ મંદિર પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં યજ્ઞ પણ કરવામાં આવશે. 

આ વર્ષે કાગવડ ગામ ખોડલધામ મંદિર સુધીની યોજાનાર પદયાત્રાને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અત્યારથી જ પદયાત્રાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. પદયાત્રાના રૂટ પર સ્વયંસેવકો વ્યવસ્થા જાળવવા ખડેપગે રહેશે.  

પ્રથમ નોરતે સવારે 9 કલાકે  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રાનો પ્રારંભ થશે. મા ખોડલના રથની આગેવાનીમાં ગરબે રમતાં રમતાં શ્રદ્ધાળુઓ પદયાત્રામાં જોડાઈને ખોડલધામ મંદિરે પહોંચશે. મંદિરે પહોંચીને મા ખોડલની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.