રાંચી: ભારતે અહીં શુક્રવારે વેસ્ટ ઇન્ડિઝ (West Indies)ને બીજી ટી-20 જીતવા માટે 250 રનનો લક્ષ્યાંક આપ્યો.
સૅમસન (82 રન, 41 બૉલ, ચાર છગ્ગા, નવ ચોગ્ગા) અને કિશન (43 રન, બાવીસ બૉલ, બે છગ્ગા, છ ચોગ્ગા) વચ્ચેની 97 રનની ભાગીદારી બાદ કૅપ્ટન શ્રેયસ (40 રન, 18 બૉલ, ત્રણ છગ્ગા, ત્રણ ચોગ્ગા) અને તિલક વર્મા (44 અણનમ, 18 બૉલ, ત્રણ છગ્ગા, ત્રણ ચોગ્ગા) વચ્ચેની પાંચમી વિકેટ માટેની 83 રનની ભાગીદારીએ ભારતને 249/5નો તોતિંગ સ્કોર અપાવ્યો હતો.
6️⃣. 6️⃣. 6️⃣ 🚀 Absolute carnage from Tilak Varma 💥💥 Scorecard ▶️ https://t.co/mZlyaWZsoe #TeamIndia | #INDvWI | @mflone_ | @TilakV9 https://t.co/95kMEXxtwO
— BCCI (@BCCI) October 9, 2026
શ્રેયસ (Shreyas) દાવના સેક્નડ-લાસ્ટ બૉલ પર આઉટ થયો હતો અને નમન ધીરે અંતિમ બૉલમાં ચોગ્ગો ફટકારી દેતાં શાઇ હોપની ટીમને બરાબર 250 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
HIGHEST T20I TEAM TOTAL IN RANCHI 🏟️ #TeamIndia put on a breathtaking show with the bat 👏 Scorecard ▶️ https://t.co/mZlyaWZsoe #INDvWI | @mflone_ https://t.co/euZ4om6cvW
— BCCI (@BCCI) October 9, 2026
રૉસ્ટન ચેઝે ત્રણ વિકેટ અને શમાર સ્પ્રિન્ગરે બે વિકેટ મેળવી હતી. અભિષેક ફક્ત 20 રન બનાવીને આઉટ થયો હતો, પણ પછીના બૅટ્સમેનોએ કૅરિબિયનોને મુશ્કેલ સ્થિતિમાં મૂકી દીધા હતા. શિવમ દુબે ફક્ત સાત રન બનાવીને આઉટ થઈ ગયો હતો.