Fri Oct 09 2026

Logo

અદિતિ રાવ હૈદરીનો ગ્લેમરસ અંદાજ જોઈ ફેન્સે કર્યા વખાણ, પતિ સિદ્ધાર્થ સાથેની વેકેશન તસવીરો વાયરલ

2026-10-09 22:19:09
Author: Mumbai Samachar Team
અદિતિ રાવ હૈદરીનો ગ્લેમરસ અંદાજ જોઈ ફેન્સે કર્યા વખાણ, પતિ સિદ્ધાર્થ સાથેની વેકેશન તસવીરો વાયરલ

Aditi Rao Hydari (@aditiraohydari)


મુંબઈઃ જ્યારે પણ બોલિવૂડમાંથી કોઈ સેલેબ્સના ફોટો ઈન્ટરનેટ પર આવે છે ત્યારે ફેન્સને મોજ પડી જાય છે. ખાસ કરીને જ્યારે કોઈ સેલિબ્રિટી વિદેશમાં વેકેશન એન્જોય કરવા માટે જાય છે ત્યારે સોશિયલ મીડિયા પર એ ફોટો જોરશોરથી શૅર થતા હોય છે. આલિયા ભટ્ટ બાદ વધુ એક બોલિવૂડ એક્ટ્રેસે પોતાના વેકેશનના ફોટો શૅર કર્યા છે. વાત છે અદિતી રાવ હૈદરીની. તેણે પોતાના પતિ સાથે ફોટો શૅર કર્યા છે. પતિ સિદ્ધાર્થ સાથે તે વિદેશમાં વેકેશન એન્જોય કરી રહી છે. આ વેકેશનના એકથી એક બહેતરીન ફોટો જોઈને ફેન્સ પણ ચોંક્યા છે. આ ફોટોમાં તે એકદમ રીલેક્સ મોડમાં જોવા મળી રહી છે. 

બિકીનીમાં અનોખો અંદાજ
અદિતી રાવ હૈદરી તથા સિદ્ધાર્થ સૂર્યનારાયણના ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહ્યા છે. બન્ને વચ્ચે દામદાર બોન્ડિંગ આ ફોટોમાં દેખાઈ રહ્યું છે. આ ફોટો શૅર કરતા અદિતીએ પોતાની પોસ્ટ પર લખ્યું હતું કે, સિદ્ધાર્થ મારો ફેવરિટ વ્યક્તિ છે. એના કેપ્શન પરથી એટલું કહી શકાય કે, બન્નેએ એકબીજાની કંપનીને ખૂબ જ મસ્ત રીતે એન્જોય કરી છે. એક ફોટોમાં તે બિકીની ટોપ અને પીળા કલરના શોર્ટમાં જોવા મળી હતી.

બ્રાઈટ યલો સાથે બ્લેક બિકીનીમાં દમદાર લાગે છે. આ ફોટોમાં તે સિમ્પલ દેખાઈ રહી છે અને રીલેક્સ દેખાઈ રહી છે. આ સિવાય પણ એક્ટ્રેસે બીચના કિનારેથી એક મસ્ત પોઝ આપ્યો હતો. સમુદ્ર કિનારે બેસીને અદિતીએ સ્માઈલિંગ પોઝ આપ્યો હતો. શાંત માહોલમાં આનંદ લઈ રહી છે. આ તસવીરમાં એનામાં એક મસ્ત ગ્લેમર દેખાઈ રહ્યું છે. 

એકથી એક બેસ્ટ ફોટો
કાન પર ફૂલ લગાવીને તેણે કેમેરા સામે દમદાર ફોટો ક્લિક કરાવ્યો છે. અન્ય એક તસવીરમાં તે પૂલમાં બોડી સ્ટ્રેચિંગ કરતી દેખાઈ રહી છે. આ ફોટો પાછળની બાજુથી ક્લિક કરવામાં આવ્યો છે. પૂલના પાણીમાં ઝાડનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. આ તસવીરમાં પણ એનો પોઝ દમદાર છે. આ તસવીરમાં પણ તે બિકીની અંદાજમાં છે. અન્ય એક તસવીરમાં સિદ્ધાર્થ કોઈ બારી પાસે બેસીને કંઈક લખવાનું કામ કરી રહ્યો છે.


બારીમાંથી પણ એક મસ્ત નઝારો જોવા મળી રહ્યો છે. અન્ય એક તસવીરમાં પણ સિદ્ઘાર્થ વેકેશન એન્જોય કરી રહ્યો છે એ સ્પષ્ટ થાય છે. પૂલ પાસે બેસીને સિદ્ધાર્થે પણ મસ્ત પોઝ આપ્યો હતો. સિદ્ધાર્થે ક્લિક કરેલી સેલ્ફિ પણ દમદાર છે. પાછળની સાઈડમાં મસ્ત પૂલ સાઈડ દેખાઈ રહી છે. સાથે લાકડાનો બ્રિજ પણ મસ્ત દેખાઈ રહ્યો છે.