નવી દિલ્હીઃ તાજેતરમાં જ આમ આદમી પાર્ટીને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાઈ જનાર રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભાની અરજી સમિતીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, સમિતીના પુનઃગઠન બાદ સદને 10 સભ્યોની એક પેનલ નક્કી કરી હતી. આ પેનલમાં રાઘવ ચઢ્ઢાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્યસભાની એક સૂચનામાં જણાવવામાં આવ્યું હતું કે, રાઘવ ચઢ્ઢાને અરજી સમિતીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવી પેનલની રચના
આ સાથે એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે, રાજ્યસભાના સભાપતિએ 20 મેથી આ નવી પેનલનું પુનઃગઠન કર્યું છે. રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને અરજી સમિતીની પુનઃ રચના બાદ સદનના દસ સભ્યોને આ પેનલ માટે નામિત કર્યા હતા. રાઘવ ચઢ્ઢા સિવાય આ પેનલમાં હર્ષ મહાજન, ગુલામ અલી, શભુશરણ પટેલ, મયંકકુમાર નાયક, મસ્તાનરાવન યાદવ, જેબી માથેર હિશામ, શુભાશિષ ખુટિયા, રંગવ્રા નારજારી અને સંદોશ કુમારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અન્ય એક સૂચનામાં રાજ્યસભા સચિવાલયે જણાવ્યું હતું કે, રાજ્યસભા સભાપતિએ 20 મે 2026ના રોજ રાજ્યસભાના સભ્ય ડૉ. મેનકા ગુરૂસ્વામીને કોર્પોરેટ કાયદા સંશોધન બિલ, 2026 સંયુક્ત સમિતીના સભ્ય તરીકે લીસ્ટેડ કર્યા છે.

હવે માત્ર 3 જ સાંસદ
27 એપ્રિલના રોજ રાઘવ ચઢ્ઢા સહિત અન્ય 6 આમ આદમી પાર્ટીના સાંસદોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.27મી એપ્રિલના રોજ આ તમામ લોકોએ ભાજપને ખેસ ધારણ કર્યો હતો.રાજ્યસભામાં 10 સાંસદ ધરાવતી આમ આદમી પાર્ટીમાં હવે માત્ર 3 જ સાંસદ બચ્યા છે. હવે આ નેતાઓ ભાજપમાં સામેલ થયા બાદ આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સભાપતિને તેમણે બર્ખાસ્ત કરવાની માગ કરી હતી. રાઘવ ચઢ્ઢા તરફથી દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે જેમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ માધ્ય પર એમના વિશે પ્રસારિત કરવામાં આવેલા ખોટા, એઆઈ જનરેટેડ અને ડીપફેક કોન્ટેટને યુદ્ધના ધોરણે દૂર કરવા માટે તથા બ્લોક કરવા માટેની માગ કરવામાં આવી હરતી.
કોર્ટે સ્પષ્ટતા કરી દીધી
અરજીમાં એવી પણ માગ કરવામાં આવી હતી કે સંબંધીત સામગ્રી, મનઘંડત રીતે ચાલાવાતી ક્લિપ અને રાઘવ ચઢ્ઢાની પ્રતિષ્ઠાના અધિકારને ગંભીર રીતે નુકસાન પહોંચી રહ્યું છે. આવી સામગ્રી કે ઓડિયો વીડિયો કે ઈમેજ કોન્ટેટને પ્રકાશિત કે પ્રસારિત કરવામાં ન આવે.આવું કરવું ન માત્ર કાયદાકીય પણ બંધારણીય અધિકારોનું પણ ઉલ્લંઘન છે. આનાથી કોઈની ઈમેજને મોટું નુકસાન થઈ શકે છે. આ કેસમાં દિલ્હી હાઈકોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. વ્યક્તિગત અધિકારોને પ્રોફેશનલી યુઝ કરવા અને પછી એની ટીકા કરવી આ બન્ને બાબતોમાં ઘણો તફાવત છે. તેથી કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોઈ નિર્ણય જાહેર કર્યો ન હતો.