ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ દેશના યુદ્ધ પછીના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. 4 સપ્ટેમ્બરે તેમની સરકારે સતત 1,413 દિવસ પૂરા કર્યા છે. આ સાથે જ મેલોની ઇટાલીના પોસ્ટ-વોર ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી પદ પર રહેનારા પ્રધાનમંત્રી બની ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાના દોસ્ત અને ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને આ ઉપલબ્ધિ પર શુભકામના પાઠવી છે.
મેલોનીએ પૂર્વ પ્રધાનમંત્રી સિલ્વિયો બર્લુસ્કોનીના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. બર્લુસ્કોનીની બીજી સરકાર 2001 થી 2005 વચ્ચે સતત 1,412 દિવસ સત્તામા રહી હતી. મેલોની સરકારે એક દિવસ વધુ પૂરો કરતા આ રેકોર્ડ તોડી નાંખ્યો છે.

80 વર્ષોમા ઇટાલીમાં બની 68 સરકાર
ઇટાલીમાં દ્વતીય વિશ્વ યુદ્ધ બાદ રાજકીય અસ્થિરતાનો લાંબો ઇતિહાસ રહ્યો છે. અંદાજે 80 વર્ષોમાં દેશમાં 68 સરકાર બની ચુકી છે અને એક કેબિનેટનો એવરેજ કાર્યકાળ અંદાજે 14 મહિના રહ્યો છે. આવા સંજોગોમાં મેલોનીનું સતત સત્તામાં ટકી રહેવું રાજકીય સ્થિરતાની દ્રષ્ટિએ મહત્વનું માનવામાં આવે છે.
મોદી અને મેલોની વચ્ચે મજબૂત સંબંધ
વડાપ્રધાન મોદી અને જ્યોર્જિયા મેલોની વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોમાં ગાઢ રાજદ્વારી સંબંધ જોવા મળ્યા છે. બંને દેશોએ તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા છે. ભારત અને ઇટાલી વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી અને ક્લીન એનર્જી સહિત અનેક ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
અગાઉ, જૂન 2026 માં, મેલોનીએ પણ વડા પ્રધાન મોદીને શુભકામના પાઠવી હતી. જ્યારે તેમણે ભારતના સૌથી લાંબા સમય સુધી સતત પદ પર રહેનારા ચૂંટાયેલા વડા પ્રધાન બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો.
ભારત-ઇટાલી સંબંધો પર પીએમ મોદીએ શું કહ્યું ?
પીએમ મોદીએ કહ્યું કે મેલોનીની દોસ્તી ભારત-ઇટાલી વિશેષ સ્ટ્રેટેજિક ભાગીદારીને મજબૂત કરવામાં મહત્વની રહી છે. તેમણે બન્ને દેશો વચ્ચે સહયોગ વધારવાની આશા વ્યક્ત કરી. પીએમ મોદીના અનુસાર ભારત અને ઇટાલી મળીને બન્ને દેશોના લોકો માટે સમૃદ્ધ ભવિષ્ય બનાવવાની દિશામાં કામ કરી શકે છે. તેમણે મેલોનીની સાથે સહયોગ વધરાવાની ઇચ્છા પણ વ્યક્ત કરી.