Sat Sep 05 2026

Logo

કુમાર વિશ્વાસે કાવ્યાત્મક અંદાજમાં ઈસરોના મિશનની સફળતાને 'વધાવી', ટ્વિટ 'વાયરલ'

2026-09-04 17:41:00
Author: Mumbai Samachar Team
કુમાર વિશ્વાસે કાવ્યાત્મક અંદાજમાં ઈસરોના મિશનની સફળતાને 'વધાવી', ટ્વિટ 'વાયરલ'

નવી દિલ્હીઃ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)એ GSLV-F17 વ્હીકલ દ્વારા દેશના અદ્યતન ઈમેજિંગ ઉપગ્રહ EOS-05નું સફળ પ્રક્ષેપણ કરીને વધુ એક ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ લૉંચ કરેલા નવા GSLV-F17 વ્હીકલ દ્વારા EOS-05 પ્રોજેક્ટ પર એક શાયરાના અંદાજમાં કવિ કુમાર વિશ્વાસે શુભેચ્છા પાઠવી હતી. રાજકારણી, કવિ-કથાકાર કુમાર વિશ્વાસે આ પ્રોજેક્ટની સફળતા પર ગૌરવ વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'સ્વર્ગ કે સમ્રાટ કો જાકર ખબર કર દો, રોજ હી આકાશ ચઢતે જા રહે હૈં હમ'. 

GSLV-F17ની સફળ ઉડાન અને EOS-05ના ભ્રમણકક્ષા પ્રક્ષેપણ બદલ તમામ ભારતીયોને હૃદયપૂર્વક અભિનંદન. આ સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાક સમર્પણ, તેજસ્વી બુદ્ધિ અને અદમ્ય સંકલ્પનું પરિણામ છે. આ ભવ્ય સિદ્ધિ બદલ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના તમામ વૈજ્ઞાનિકો અને સમર્પિત કર્મચારીઓને હૃદયપૂર્વક અભિનંદન. જય હિંદ! ભારત માતા અમર રહે!

અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ

આજે વહેલી સવારે ઈસરોએ ઈતિહાસ રચી દીધો હતો. દેશના પ્રથમ ઈમેજિંગ ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ GSLV-F17 વ્હીકલ દ્વારા 2300 કિલોગ્રામ વધારે વજન ધરાવતા ઉપગ્રહને તરતો મૂક્યો છે, જે દેશની ભૌગોલિક સ્થિતિ અને બોર્ડર એરિયા પર ખાસ નજર રાખશે. પ્રક્ષેપણ બાદ માત્ર 18 મિનિટમાં તે સફળતાપૂર્વક કામ કરવા લાગ્યો હતો. ઘણા પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહો લો અર્થ ઓર્બિટ (LEO)માં કાર્યરત છે, પરંતુ EOS-05 લગભગ 36,000 કિલોમીટરની ઊંચાઈએ ભૂ-સમન્વયિત ભ્રમણકક્ષામાં સ્થિત હશે. 

આ ભ્રમણકક્ષામાં ઉપગ્રહ પૃથ્વીની પરિભ્રમણ ગતિ સાથે સુમેળ કરશે.  આ ઉપગ્રહ - GSLV દ્વારા લોન્ચ કરવામાં આવ્યો - અત્યાર સુધીનો સૌથી ભારે છે. ISROના વૈજ્ઞાનિકોના મતે ઉપગ્રહને તેના નિર્ધારિત માર્ગમાં અત્યંત ચોકસાઈ સાથે ખસેડવામાં આવ્યો હતો. મિશન સાથે સંકળાયેલા એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ઉપગ્રહને "આકાશમાં ઉડતી આંખ" તરીકે વર્ણવ્યું છે, આ સાથે એ વાત પણ નોટિસ કરી કે, વાસ્તવિક સમયની ઈમેજ આપશે. કૃષિ અને આફત સમયે વિવિધ ક્ષેત્રોમાં દેશને મદદ કરશે.

અવકાશમાં ભારતનો ડંકો

51.7 મીટર ઊંચા GSLV-F17એ શુક્રવારે સવારે 2:55 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી ફ્લાય કરીને અવકાશ સુધીની યાત્રા કરી છે.  વરસાદી માહોલ વચ્ચે સવાર થતા પહેલા જ આકાશને પોતાની ફ્લાઈટથી રોશન કરી દીધું હતું. 

આ લૉંચ  27 કલાકના કાઉન્ટડાઉન બાદ શરૂ થયું હતુ.  EOS-05 સફળતાપૂર્વક GSLV-F17થી અલગ થઇ ગયું અને અવકાશમાં પોતાનું કામ કરવાનું શરૂ કરી દીધુ હતું. જેનાથી જીયોસિંક્રોનાઈઝના ઓર્બિટમા કામ કરવા માટે ભારતના પહેલા ઇમેજિંગ સેટેલાઇટનું સફળતા પૂર્વક લૉંચિગ થયું હતું. 

સેટેલાઇટ પોતાના ઓનબોર્ડ થ્રસ્ટર્સનો ઉપયોગ કરીને ઘણાં મેન્યૂવર્સ દ્વારા કામ કરીને જે તે ઓર્બિટ પરથી ભારત પર વૉચ રાખશે. ભારતના પૃથ્વી નિરીક્ષણ, આફતના સમયે વ્યવસ્થાપન અને વ્યૂહાત્મક દેખરેખ ક્ષમતાઓ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ પ્રક્ષેપણ ભારતને અવકાશમાંથી વ્યૂહાત્મક દેખરેખ કેપેસિટીને વધારશે. EOS-5 ઉપગ્રહ ભારતનો અત્યાર સુધીનો સૌથી અદ્યતન અને શક્તિશાળી 'આઈ ઈન ધ સ્કાય' પ્રોજેક્ટ છે.