મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સિંહસ્થ 2028ની તૈયારીઓ વચ્ચે શાહી મસ્જિદના અમુક ભાગને હટાવવાને લઈને સોમવારે વિવાદનો વંટોળ સર્જાયો હતો. રસ્તાને પહોળો કરવા માટે મસ્જિદના અવરોધરુપ ભાગને હટાવવા મુદ્દે કાર્યવાહી દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
પથ્થરમારા બાદ પોલીસે ટિયરગેસ છોડી ભીડને નિયંત્રિત કરી હતી. આ તણાવમાં અમુક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે તે વિસ્તારમાં સુરક્ષા વધારવામાં આવી છે, પરંતુ સમગ્ર પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે એસપી જોરદાર ચર્ચામાં આવ્યા છે.
આ ઘટના વચ્ચે ઉજ્જૈનના પોલીસ કમિશનર એસપી (સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ) પ્રદીપ શર્મા પણ ચર્ચામાં છે. તેઓ ઘટનાસ્થળે પોલીસની કાર્યવાહી અને કાયદા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. પ્રદીપ શર્મા 2014ની બેચના આઇપીએસ અધિકારી અને હાલમાં એસપી છે. અગાઉ તેઓ દતિયાના એસપી રહી ચુક્યા છે, પરંતુ શાહી મસ્જિદ વિવાદ જ મુખ્ય કારણ નથી કે જેના કારણે પ્રદીપ શર્માનું નામ ચર્ચામાં આવ્યું છે. સિંહસ્થ 2028ની તૈયારીઓમાં પોલીસ એઆઈ આધારિત ટેક્નિકલ નિરીક્ષણ વ્યવસ્થા પર પણ કાર્યરત છે. તો જાણીએ પ્રદીપ શર્મા વિશે..
કોણ છે ઉજ્જૈનના એસપી પ્રદીપ શર્મા?
પ્રદીપ શર્મા 2014 બેચના આઇપીએસ અધિકારી છે, જે મધ્યપ્રદેશ કેડરમાં તેનાત છે. ભારત સરકારની આઇપીએસ સિવિલ યાદીમાં તેમનું કેડર મધ્યપ્રદેશ અને તેમની ભરતી ડાયરેક્ટ યુપીએસસી સિવિલ સર્વિસીસ એક્ઝામિનિશન દ્વારા જણાવવામાં આવું છે. સરકારી રેકોર્ડ મુજબ તેમણે 1 સપ્ટેમ્બર 2014એ આઇપીએસ જોઈન કર્યું હતું. તેમણે આઈઆઈટી રૂડકીથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બેચલર ઓફ ટેક્નોલોજીનો અભ્યાસ કર્યો હતો.
એન્જિનિયરિંગનો કર્યો અભ્યાસ
પ્રદીપ શર્માની શૈક્ષણિક સફર એન્જિનિયરિંગથી શરૂ થઈ. તેમણે 2007થી 2011 વચ્ચે આઈઆઈટી રૂડકીથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગમાં બી.ટેક કર્યું હતું. ત્યાર બાદ યુપીએસસી પરીક્ષા દ્વારા ભારતીય પોલીસ સેવાની પસંદગી કરી હતી. ત્યાર બાદ આ પરીક્ષામાં પસંદગી થયા બાદ પ્રદીપ શર્માએ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી અને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડ્મિનિસ્ટ્રેશનમાં પ્રશિક્ષણ લીધું હતું. તેમની પોલીસ સેવા સપ્ટેમ્બર 2014થી શરૂ છે. 2026 સુધીમાં તેમના આ ક્ષેત્રમાં 12 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે.
રાજગઢમાં એસપીની કમાન સંભાળી
પ્રદીપ શર્માના કરિયરમાં જિલ્લા પોલીસની જવાબદારી નિભાવવાનો સમય રાજગઢ રહ્યું હતું. તેઓ 2019-20માં પોલીસ અધિક્ષક તરીકે તેનાત રહ્યા હતા. ત્યારબાદ વર્ષ 2022 અને 2023માં તેઓ 14માં બટાલિયન એસએએફ ગ્વાલિયરના કમાન્ડેટ રહ્યા હતા. રાજગઢમાં એસપી તરીકે કોવિડ કાળથી જોડાયેલી ઘટના પણ ઘણી ચર્ચામાં રહી હતી. હોસ્પિટલના નિરીક્ષણ દરમિયાન ખરાબ થઈ ગયેલા વેન્ટિલેટરને એન્જિનિયરિંગની પોતાની જાણકારી અનુસાર રિપેર કરવાના પ્રયાસો કર્યા હતા.
બટાલિયનના કમાન્ડન્ટથી દતિયા એસપી સુધી
પ્રદીપ શર્માને 2022માં 14માં બટાલિયન એસએએફ ગ્વાલિયરના કમાન્ડેન્ટ બનાવવામાં આવ્યા હતા. તેઓ 2022 અને 2023માં આ પદ પર રહ્યા હતા ત્યાર બાદ માર્ચ 2023 માં મધ્ય પ્રદેશના મોટા આઇપીએસ ફેરબદલીમાં તેમને એસપી દતિયા બનાવવામાં આવ્યા હતા. એ સમયે 75 આઇપીએસ અધિકારીઓની બદલીની જાહેરાત થઈ હતી. હાલમાં તેઓ ઉજ્જૈનના એસપી છે ત્યાર બાદ તેઓ 2024થી ઉજ્જૈનના એસપી તરીકે વર્તમાનમાં પણ તહેનાત છે.
શાહી મસ્જિદ વિવાદમાં કેમ ચર્ચામાં આવ્યા?
હવે ઉજ્જૈનમાં શાહી મસ્જિદના પ્રભાવિત ભાગને હટાવવાને લઈને થયેલા વિવાદના લીધે તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. માર્ગ વિસ્તૃતીકરણની યોજના અંતર્ગત મસ્જિદનો જે ભાગ પ્રસ્તાવિત માર્ગની હદમાં આવી રહ્યો છે તેને હટાવવાની કાર્યવાહી દરમિયાન તણાવ વધી જતા ઘટનાસ્થળે હાજર લોકો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો.
પોલીસ પર પથ્થરમારો થતા પોલીસે ટિયરગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. ત્યારબાદ 15 લોકોની અટકાયત કરીને સાત લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં સોશિયલ મીડિયાથી જોડાયેલા લોકો સામેલ હોવાનું જાણવા મળ્યું હતું.
એસપી પ્રદીપ શર્માએ કહ્યું કે પોલીસ સોશિયલ મીડિયાનું નિરીક્ષણ કરી રહી છે અને અફવાઓ કે ઉશ્કેરણીજનક પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે અલગ અલગ પક્ષો તરફથી અલગ અલગ દાવાઓ સામે આવ્યા છે. આ મામલો માર્ગ વિસ્તારીકરણ અને સિંહસ્થ 2028 ની તૈયારીઓ સાથે જોડાયેલો છે.