Tue Oct 06 2026

Logo

કોંગ્રેસના SIR અને વોટ ચોરીના આક્ષેપોને ચિદમ્બરમે ક્લીન ચીટ આપી, કહ્યું આ દાવાઓમાં કોઇ તથ્ય નહિ

2026-09-29 19:03:45
Author: Chandrakant Kanoja
કોંગ્રેસના SIR અને વોટ ચોરીના આક્ષેપોને ચિદમ્બરમે ક્લીન ચીટ આપી, કહ્યું આ દાવાઓમાં કોઇ તથ્ય નહિ

નવી દિલ્હી: દેશમાં એક તરફ કોંગ્રેસ SIR અને વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચ અને ભાજપ ઘેરી રહી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે જણાવ્યું છે કે આ દાવાઓમાં કોઇ તથ્ય નથી. 

તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામોમાં કોઇ અસર ના વર્તાઇ 

પી. ચિદમ્બરમે સોમવારે  તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં ટીવીકેની જીત અને ડીએમકેની હારના સંદર્ભમાં જણાવ્યું કે  પરિણામો પર કોઈ અસર નથી પડી
તેથી તેમણે આ  દાવાઓમાં કોઈ તથ્ય જણાતું નથી કે SIR હેઠળ મતદાર યાદીમાંથી નામો દૂર કરવાથી હાર જીત થઇ છે. 

મતની હેરાફેરી અંગેના દાવાઓ સાબિત કરવા પડશે 

તેમણે કહ્યું કે મતદારોના નામ દૂર કરવા તે ખોટું હતું. પરંતુ ચૂંટણીના પરિણામ માટે તે કારણભૂત હતું તેવું તેઓ માનતા નથી. ચિદમ્બરમે પત્રકારોને કહ્યું કે જે મતદારોના નામ દૂર કરવામાં આવ્યા હતા તેમનો યાદીમાં સમાવેશ થવો જોઈતો હતો. પરંતુ વિપક્ષે મતની હેરાફેરી અંગેના પોતાના દાવાઓ સાબિત કરવા પડશે.

આગામી કાર્યવાહી અંગેનો નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં લેવાશે 

મતદાર યાદીની SIR પ્રક્રિયાને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમણે જણાવ્યું હતું કે, જો મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, તો તેમની સામે વિપક્ષની આગામી કાર્યવાહી અંગેનો નિર્ણય કોંગ્રેસ વર્કિંગ કમિટી અને ઇન્ડી ગઠબંધનની આગામી બેઠકોમાં લેવામાં આવશે. તેમણે સંકેત આપ્યો હતો કે આ કાર્યવાહીમાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવો અથવા તેમને હોદ્દા પરથી હટાવવા માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરવાનો સમાવેશ થઈ શકે છે.