Sun Apr 26 2026

Logo

હરભજનસિંહની સુરક્ષા પંજાબ સરકારે પરત ખેંચી, હવે CRPFની ટુકડી એમના ઘરે તૈનાત

2026-04-26 14:13:00
Author: Mumbai Samachar Team
Article Image

જલંધરઃ પંજાબ સરકારે રાજ્યસભાના સાંસદ હરભજનસિંહની સુરક્ષા પરત ખેંચી લીધી છે. એમના ઘરની બાહર રહેલા પંજાબ પોલીસના જવાનોને હટાવી લેવામાં આવ્યા છે. રાઘવ ચઢ્ઢા સાથે હરભજનસિંહે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દેતા આમ આદમી પાર્ટીમાં તિરાડ પડી હતી. પંજાબ પોલીસે સુરક્ષાકવર દૂર કર્યાના તરત બાદ રાજ્યસભાના સાંસદ તથા પૂર્વ ક્રિકેટર હરભજનસિંહની પોતાની સરકાર દ્વારા આપવામાં આવતી સુરક્ષા બાદ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી હતી. સીઆરપીએફ સુરક્ષા આપવામાં આવી હતી. 

કેન્દ્રીય સુરક્ષા આપવામાં આવી
જલંધરમાં એમને ઘરની બાહર CRPFના જવાનોને ડ્યૂટી સોંપવામાં આવી છે. પંજાબ સરકારે રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર હરભજનસિંહની સુરક્ષા પરત ખેંચી છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે, હરભજનસિંહ પણ આમ આદમી પાર્ટી છોડનારા સાત સાંસદોમાં સામેલ છે. હરભજનસિંહના સ્ટાફે જણાવ્યા અનુસાર પંજાબ સરકાર પોલીસ સિક્યોરિટી પરત લઈ લીધી છે. સરકારી એસ્કોર્ટ ગાડી પરત લઈ લીધી છે. પંજાબમાં રાજકીય સંકટ વધી રહ્યું છે એવા સમયે આ સમાચાર સામે આવી રહ્યા છે. પક્ષ પલટો કરતા હરભજનસિંહના ઘરની દિવાલ પર ગદ્દાર લખી દેવામાં આવ્યું હતું. પોલીસે આવું કરનારા તત્ત્વોને ત્યાંથી ખસેડીને કાર્યવાહી કરી,સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી. હવે આમ આદમી પાર્ટીની સરકારે પોલીસ સુરક્ષા ત્યાંથી હટાવી દીધી છે. 

રાષ્ટ્રપતિ પાસે સમય માગ્યો
આ સમગ્ર મામલે હરભજનસિંહ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તેમણે આ અંગે કોઈ પ્રકારની વાતચીત પણ કરી નથી. રાજકીય લોબીમાં ચર્ચા એવી થઈ રહી છે કે, આ કોઈ સામાન્ય નિર્ણય નથી. હરભજનસિંહ હાલમાં જલંધરમાં નથી. સુરક્ષા દૂર કરી હોવા છતાં એમની તરફથી કોઈ સાર્વજનિક પ્રતિક્રિયા સામે આવી નથી. આ કારણે સમગ્ર સ્થિતિ પર સસ્પેન્સ કાયમ છે. બીજી તરફ આમ આદમી પાર્ટી માટે અન્ય રાજ્ય કરતા પંજાબમાં હવે પ્રાધાન્ય આપવું ફરજિયાત થઈ રહ્યું છે. રાજીનામાની ઘટના સામે આવ્યા બાદ અંદર ખાને બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. વાવડ એવા પણ છે કે, માન સરકારે રાષ્ટ્રપતિ પાસે એક મુલાકાતને સમય પણ માગ્યો હતો.