Sun Sep 27 2026

Logo

બંધારણ સંશોધન બિલ પર પ્રિયંકા ગાંધી વાડ્રાનું સત્તાવાર નિવેદન, કહ્યું - મહિલાઓ મુર્ખ નથી

2026-04-18 13:20:00
Author: Vimal Prajapati
બંધારણ સંશોધન બિલ પર પ્રિયંકા ગાંધી વાડ્રાનું સત્તાવાર નિવેદન, કહ્યું - મહિલાઓ મુર્ખ નથી

નવી દિલ્હીઃ લોકસાભામાં શુક્રવારે 131મું સંશોધન બિલ પાસ થઈ શક્યું નહીં. આ મુદ્દે કેન્દ્રની એનડીએ સરકારે વિપક્ષ પર અનેક આક્ષેપો લગાવ્યાં છે. સત્તાપક્ષે વિપક્ષને મહિલા વિરોધી પાર્ટી ગણાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે પ્રિયંકા ગાંધી વાડ્રાએ સત્તાવાર રીતે નિવેદન આપ્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, આ કેન્દ્ર માટે કાળો દિવસ છે, કારણ કે પહેલી વખત તેમને (કેન્દ્ર સરકાર) આટલો મોટો ઝટકો લાગ્યો છે જેની તેઓ હકદાર હતા. બિલ પાસના થયું તેના કારણે કેન્દ્ર સરકારને મોટો ઝટકો વાગ્યો હોવાની વાત પ્રિયંકા ગાંધી વાડ્રાએ કરી છે. 

આ મામલો સીમાંકન સાથે જોડાયેલો હોવાનો આક્ષેપ

પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, આ મહિલા આપક્ષણ બિલની વાત હતી જ નહીં. આ મામલો સીમાંકન સાથે જોડાયેલો હતો. મોદી સરકારનો હેતુ એવા આધારે સીમાંકન કરવાનો હતો કે જેનાથી જાતિ વસ્તી ગણતરીના ડેટાની સલાહ લેવાની જરૂરિયાત દૂર થાય, જેનાથી તેને મનસ્વી રીતે કાર્ય કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે. આવી પરિસ્થિતિઓમાં, વિપક્ષ માટે મોદી સરકારને ટેકો આપવો અશક્ય હતું.

વિપક્ષે એક થઈને મોદી સરકારને હરાવી

વધુમાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, આખો દેશ જોઈ રહ્યો છે કે, કેવી રીતે વિપક્ષે એક થઈને મોદી સરકારને હરાવી છે. આજે મહિલાઓની સમસ્યા ઝડપથી વધી રહી છે. તેમને સંઘર્ષ પણ વધી રહ્યો છે. મહિલાઓ મુર્ખ નથી, તે બધુ જ જોવે છે અને જાણે છે. હવે જનસંપર્ક અને મીડિયા દ્વારા કરવામાં આવતો શોર તેમને પ્રભાવિત કરી શકે તેમ નથી. 

પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્પષ્ટપણે કહ્યું કે, જો તમે (મહિલાઓ માટે) કંઈક નોંધપાત્ર કરવા માંગતા હો, તો 2023 માં બધા પક્ષોના સમર્થનથી સર્વાનુમતે પસાર થયેલ બિલ પાછું લાવો. જો તેને અત્યારે જ લાગુ કરવામાં કોઈ નાના-મોટા સુધારા કરવાની જરૂરિયાત છે તો તે સુધારા કરો અને તેને લાગુ કરો અને મહિલાઓને તેના અધિકાર આપો. પરંતુ જે રીતે વાતોને ફેરવીને મહિલાઓને ગેરમાર્ગે દોરવાની વોત કરવામાં આવશે તો તેમાં વિપક્ષ ક્યારેય સાથ નહીં આપે.