Thu Jun 04 2026

Logo

વારંવાર થઈ જાવ છો બીમાર? આ સુપર ફૂડ વધારશે ઇમ્યુનિટી અને વાઈરસ રહેશે જોજનો દૂર...

2026-06-04 21:09:34
Author: Darshana Visaria
Article Image

આજકાલની આપણી મોર્ડન લાઈફસ્ટાઈલ અને ખોટી ખાનપાનની આદતોના કારણે આજે નાની ઉંમરે પણ લોકો હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને પાચનની સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે. આવી સ્થિતિમાં કુદરતે આપણને અનેક એવા ફળો આપ્યા છે જે દવાની જેમ કામ કરે છે. આવું જ એક સુપરફૂડ એટલે દાડમ. દાડમમાં અનેક પ્રકારના વિટામિન્સ અને શક્તિશાળી એન્ટીઑક્સિડન્ટ્સ હોય છે, જે બોડીના સેલ્સને નુકસાન થતું અટકાવે છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર દરરોજ માત્ર એક વાટકી દાડમ ખાવાથી સ્વાસ્થ્યને અનેક મોટા ફાયદા થાય છે, જેના વિશે આજે આપણે આ સ્ટોરીમાં વાત કરીશું... 

હાર્ટને રાખશે હેલ્ધી અને કોલેસ્ટ્રોલ કરશે કંટ્રોલ: 

દાડમમાં પોલીફેનોલ્સ અને એન્ટીઑકિસડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેના નિયમિત સેવનથી બોડીમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મોટી મદદ મળે છે. નિષ્ણાતોના મતે, દાડમ ખાવાથી બ્લડ સર્ક્યુલેશનમાં પણ સુધારો થાય છે અને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ ઘટી શકે છે.

લોહીની ઉણપ એટલે કે એનિમિયામાં વરદાન: 

દાડમમાં આયર્ન અને વિટામિન સી બંને તત્વો એકસાથે જોવા મળે છે. વિટામિન સી શરીરને ખોરાકમાંથી આયર્ન શોષવામાં મદદ કરે છે. તેથી, જે લોકોના શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ છે, તેમના માટે દરરોજ એક વાટકી દાડમ ખાવું વરદાનથી ઓછું નથી.

પાચનતંત્ર મજબૂત કરે અને કબજિયાતમાં રાહત: 

દાડમનો એક વાટકી ડાયેટરી ફાઇબરનો ઉત્તમ સ્ત્રોત છે. તે કબજિયાત ની સમસ્યામાં ઝડપી રાહત આપે છે. દાડમ ખાવાથી પેટ સાફ રહે છે અને પાચનતંત્ર સરળતાથી કામ કરી શકે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો: 

દાડમમાં રહેલા વિટામિન સી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. તે સિઝનલ બીમારીઓ જેમ કે શરદી-ખાંસી અને અન્ય ઈન્ફેક્શન સામે લડવામાં શરીરને શક્તિ આપે છે.

બ્લડ પ્રેશર નિયંત્રિત કરે: 

હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે દાડમ ખૂબ જ ગુણકારી છે. તેમાં રહેલા ખાસ ગુણધર્મો નસોની બળતરામાં ઘટાડો કરે છે, જેને કારણે બ્લડ પ્રેશર કુદરતી રીતે નિયંત્રણમાં રહે છે.

વધુ જુઓ...