Tue Mar 10 2026

Logo

પશ્ચિમ એશિયામાં યુદ્ધ અંગે વડાપ્રધાન મોદીની પહેલી પ્રતિક્રિયા; જાણો શું કહ્યું

1 week ago
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: શનિવારે પશ્ચિમ એશિયામાં શરુ થયેલા યુદ્ધને કારણે દુનિયાભરમાં ચિંતા વ્યાપી ગઈ છે, ભારત સરકાર પણ યુદ્ધની સ્થિતિને કારણે ચિંતિત છે. એવામાં આજે સોમવારે વડાપ્રધાન મોદીએ સોમવારે આ યુદ્ધ અંગે પ્રથમ વાર જાહેર પ્રતિક્રિયા આપી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં ઉભી થયેલી પરિસ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે.

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથેની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારત વાટાઘાટો મારફતે અને રાજદ્વારી માર્ગથી તમામ સંઘર્ષોના ઉકેલને સમર્થન આપે છે. વડાપ્રધાનને કહ્યું કે વૈશ્વિક તણાવ વચ્ચે ભારત સતત શાંતિ અને સ્થિરતાની હિમાયત કરતો આવ્યો છે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત સરકાર પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

ભારત પશ્ચિમ એશિયાના દેશો સાથે સંબંધ જાળવી રાખશે, એ પ્રદેશમાં ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

વડાપ્રધાન મોદીએ નેતાન્યાહુને ફોન કર્યો:

ગત મધ્યરાત્રિએ વડાપ્રધાન મોદીએ X પર એક પોસ્ટ કરી જણાવ્યું હતું કે તેમના ઇઝરાયલના વડાપ્રધાન  બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી, બંને નેતાઓ વચ્ચે વર્તમાન પ્રાદેશિક પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાને મોદીએ નેતન્યાહુને સંઘર્ષનો વહેલો અંત લાવવા માટે પ્રયાસ કરવા અહવાન કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથે પણ વાત કરી અને UAE પર ઈરાનના હુમલની  નિંદા કરી હતી.

પશ્ચિમ એશિયાની સ્થિતિ અને તેની ભારત પર સંભવિત અસેરો અંગે ચર્ચા કરવા કઈ કાલે વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની બેઠક યોજાઈ હતી.