Mon Aug 31 2026

Logo

પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીનું ભાષણ, રેકોર્ડ બ્રેક મતદાન કરવા લોકોને અપીલ કરી

2026-04-26 17:44:30
Author: Vimal Prajapati
પશ્ચિમ બંગાળમાં પીએમ મોદીનું ભાષણ, રેકોર્ડ બ્રેક મતદાન કરવા લોકોને અપીલ કરી

આરામબાગઃ પશ્ચિમ બંગાળમાં પહેલા ચરણનું મતદાન થઈ ગયું છે. હવે બીજા ચરણના મતદાન માટે તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન રાજકીય પાર્ટીઓ પણ પ્રચાર કરી રહી છે. પીએમ મોદીએ પણ આરામબાગમાં સંકલ્પ સભાને સંબોધિત કરતા પશ્ચિમ બંગાળના મતદારોને 29 તારીખે ભરપૂર મતદાન કરીને રિકોર્ડ તોડી દેવા માટે અપીલ કરી છે. પશ્ચિમ બંગાળમાં લોકો પૂર્ણ જોશ સાથે મતદાન કરે છે. પહેલા ચરણના મતદાનમાં 92 ટકા મતદાન થયું હતું. આ રેકોર્ડ પણ તૂટી જાય એટલું મતદાન પશ્ચિમ બંગાળના લોકો કરે તેવી અપીલ પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. 

મોદીએ કહ્યું કે, ટીએમસીની નિર્મમ સરકારથી નારાજ છે

આ સભામાં ભાષણ આપતા પીએમ મોદીએ કહ્યું કે, થોડા સમય પહેલા હુ સિંગૂર આવ્યો હતો. આ દરમિયાન લોકો ટીએમસીની નિર્મમ સરકારથી નારાજ છે તેવું જોવા મળ્યું હતું. આજે પણ મને એવું જ દેખાઈ રહ્યું છે. આ ગુસ્સો હવે ચરમસીમા પર પહોંચી ગયો છે અને આ ગુસ્સામાં બંગાળનું માત્ર એક જ લક્ષ્ય છે કે, સીએમસી સરકારને હવે બદલી દેવાની છે. એટલે કે, આ વખતે ભારે બહુમત સાથે ભાજપને જીતાડવામાં આવે તેવી પીએમ મોદી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.

શું આ વખતે બંગાળમાં સત્તા પરિવર્તન થશે?

વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી ટીએમસી પશ્ચિમ બંગાળના લોકોને લૂંટી રહી છે. પરંતુ આ લોકો (ટીએસમી પાર્ટી) એ વાત ભૂલી ગયો છે કે જ્યારે અત્યાચારની હદ પૂર્ણ થઈ જાય ત્યારે લોકો મા દુર્ગાનું સ્વરૂપ ધારણ કરીને અન્યાયનું વિસર્જન કરી દે છે. અત્યારે બંગાળમાં દરેક બુથ પર લોકો કહી રહ્યાં છે કે, ‘ભય આઉટ અને વિશ્વાસ ઈન’. ભાજપ પ્રચાર કરવામાં અને ટીએમસીને ઘેરવાામં કોઈ કચાસ રાખતી નથી. આ પહેલા પણ ભાજપના નેતાઓ દ્વારા ટીએમસી પર અનેક આક્ષેપો કરવામાં આવ્યાં હતાં. 

ટીએમસી સરકારે પોતાના દુષ્કૃત્યોને કારણે બંગાળના લોકોનો વિશ્વાસ ગુમાવી દીધો છે; પરિણામે, લોકો નિયમિતપણે કોર્ટમાં જવા મજબૂર છે. શિક્ષક ભરતી કૌભાંડ અને ટીએમસીના મંત્રીઓએ ભરતી પ્રક્રિયા લૂંટી છે, જેના કારણે અનેક યુવાનો બેરોજગાર ફરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળની ખરાબ સ્થિતિ માટે માત્રને માત્ર ટીએમસી સરકાર જ જવાબદાર છે તેવો આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે.