નવી દિલ્હી: પંજાબ વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષો અત્યારથી જ સક્રિય થયા છે. જેમાં શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલે શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.જેના પગલે રાજકીય વર્તુળોમાં પુન: ગઠબંધન અનેક અટકળો શરૂ થઇ છે.
શિરોમણી અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ આજે દિલ્હીમાં સંસદ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. વર્ષ 2020 માં ખેડૂતોના આંદોલનના કારણે અકાલી દળે ભાજપ સાથેનું 25 વર્ષ જૂનું ગઠબંધન તોડીને એનડીએ પણ છોડી દીધું હતું.
બાદલે કહ્યું પંજાબની કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા
પીએમ મોદી સાથે મુલાકાત બાદ સુખબીર સિંહ બાદલે કહ્યું હતું કે પંજાબની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા થઈ હતી. આ સાથે તેમણે રાજ્યની સરકારી યોજનાઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે પણ વાત કરી હતી. રાજ્યમાં ભાજપ, અકાલી દળ અને કોંગ્રેસ પંજાબની ભગવંત માનની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીની સરકારને સતત ઘેરી રહી છે.
Delhi: Shiromani Akali Dal President Sukhbir Singh Badal left after meeting Prime Minister Narendra Modi pic.twitter.com/NHtDA1VRoA
— IANS (@ians_india) August 7, 2026
પુન: ગઠબંધનની અટકળો તેજ
પીએમ મોદી અને સુખબીર સિંહ બાદલની મુલાકાત અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં નહોતી આવી. પરંતુ તેમની મુલાકાતથી પંજાબના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તેમજ ભાજપ અને અકાલી દળ વચ્ચેની નિકટતાના લીધે પુન: ગઠબંધનની અટકળો તેજ થઈ છે.