નવી દિલ્હી: માર્ક કાર્ની કેનેડાના વડાપ્રધાન બન્યા બાદ કેનેડાના ભારત સાથેના સંબંધો સુધારવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, એવામાં માર્ક કાર્ની ભારતનાં ચાર દિવસના પ્રવાસે આવ્યા છે. આજે તેમણે ભારતના વડાપ્રધાન મોદી સાથે બેઠક કરી હતી. ભારત અને કેનેડા વચ્ચે વિવધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કરારો કરવામાં આવ્યા છે.
આજે સોમવારે ભારત-કેનેડાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના નવી ઉર્જા, પરસ્પર વિશ્વાસ અને સકારાત્મકતા આવી છે. બંને દેશો લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ કરે છે. બંને દેશો માનવતાના કલ્યાણ માટે સમાન ભાવના ધરાવે છે. અમારું લક્ષ્ય છે કે 2030 સુધીમાં બંને દેશો વેપાર $50 બિલિયનને પાર પહોંચાડવાનું છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે અમે બંને દેશો વચ્ચે આર્થિક સહયોગ વધારવા પ્રયાસ કરી રહ્યા છીએ. બંને દેશો વચ્ચે રોકાણ અને રોજગારની તકો વધશે. કેનેડિયન પેન્શન ફંડ્સે ભારતમાં $100 બિલિયનનું રોકાણ કર્યું છે.
આ ક્ષેત્રોમાં ભાગીદારી:
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને કેનેડા ભવિષ્યની ટેકનોલોજી પર ભાગીદારીમાં કામ કરશે. AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સુપરકોમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રોમાં સહયોગને વધુ આગળ વધારવામાં આવશે. અવકાશ ક્ષેત્રમાં બંને દેશોના સ્ટાર્ટઅપ્સ અને ખાનગી ઉદ્યોગોને જોડવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
ઊર્જા ક્ષેત્રમાં સહયોગ:
વડાપ્રધાન મોદીએ પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ જણાવ્યું કે ઊર્જા ક્ષેત્રમાં ભાગીદારીને નવી ઉંચાઈએ લઇ જવામાં આવશે. હાઇડ્રોકાર્બન, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન જેવા ક્ષેત્રમાં સહોયોગ આગળ વધારવામાં આવશે. વર્ષે ભારત-કેનેડા રિન્યુએબલ એનર્જી એન્ડ સ્ટોરેજ સમિટનું આયોજન કરશે.
ક્રિટિકલ મિનરલ્સ અંગે કરત:
વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચે ક્રિટિકલ મિનરલ્સ પર સમજૂતી કરાર (MoU) ની જાહેરાત કરી હતી, જે હેઠળ બંને દેશો વચ્ચે ક્રિટિકલ મિનરલ્સની સપ્લાય ચેઇનની મજબૂત અને સ્થિર બનાવવામાં આવશે.
કેનેડા ભારતને યુરેનિયમ આપશે:
ભારત ન્યુક્લિયર એનર્જીના ઉત્પાદનમાં વધારો કરવાની યોજના ધરાવે છે, ત્યારે કેનેડા કેનેડાએ ભારતના પરમાણુ ઉર્જાના શાંતિપૂર્ણ ઉપયોગ માટે ભારતની મદદ માટે તૈયારી બતાવી છે. ભારત કેનેડા પાસેથી યુરેનિયમની ખરીદી માટેના કરારને અંતિમ રૂપ આપવા માટે પ્રયાસ કરી રહ્યું છે.
માર્ક કાર્નીએ સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે ભારતમાં ઊર્જા અને ટૅક્નોલૉજીની વધતી જાતિ માંગ કેનેડાના વેપાર માટે મોટી તક છે.