Wed Aug 19 2026

Logo

કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોદીએ કહ્યું, વિપક્ષના નિવેદનથી ભારતીયો જોખમમાં

2026-04-04 19:47:00
Author: Mumbai Samachar Team
Article Image

તિરૂવલ્લાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળ રાજ્યની મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે એક રેલીને સંબોધી હતી, જેમાં કોંગ્રેસને ચાબખા માર્યા હતા. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, વિપક્ષના નિવેદનથી મિડલ ઈસ્ટમાં રહેતા ભારતીયો, ખાસ કરીને કેરળના લોકોની સુરક્ષા જોખમમાં મૂકાઈ શકે છે. 

વિપક્ષના નિવેદનો ચર્ચામાં
કેરળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આ માટે વડાપ્રધાન મોદી પ્રચાર હેતું તિરૂવલ્લા જિલ્લામાં પહોંચ્યા હતા. કેરળમાં રાજકીય પક્ષ પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યો છે. જનસભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક નિવેદનો મિડલ ઈસ્ટના દેશને નારાજ કરી શકે છે, આનાથી ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા પર જોખમ ઊભું થઈ શકે છે. કોંગ્રેસ એવું ઈચ્છે છે કે, અખાતી દેશો ભારતને દુશ્મન માને. વિપક્ષ ઈરાદાપૂર્વક એવા નિવેદન કરી રહ્યું છે જેનાથી ભારત અને અખાતી દેશ વચ્ચેના સંબંધમાં ખેંચતાણ ઊભી થાય. જો આવું થયું તો મિડલ ઈસ્ટમાં રહેતા લાખો ભારતીયો ખાસ કરીને કેરળના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. 

 

ભારતની મિત્રતા સારી છે
કોંગ્રેસની સાથે LDF અને UDF ઉપર પણ કટાક્ષ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,રાજનીતિ એની જગ્યા પર છે અને ચૂંટણી આવે અને જાય છે.પણ દેશના નાગરિકોની સુરક્ષા સૌથી ઉપર છે. મિડલ ઈસ્ટમાં રહેતા લાખો કેરળના નાગરિકોની સુરક્ષા એ પહેલી પ્રાથમિકતા છે.મિડલ ઈસ્ટના યુદ્ધથી કોંગ્રેસનો હેતું શું એ સ્પષ્ટ થઈ ગયું છે. કોંગ્રેસ એવું ઈચ્છે છે કે, અખાતી દેશમાં રહેતા લાખો ભારતીય નાગરિકો વચ્ચે એક અવિશ્વાસ પેદા થાય. ભારતની ખાડીના દેશ સાથે સારી એવી મિત્રતા છે. 

કોંગ્રેસે પ્રજાની માફી માગવી જોઈએ
પોતાના પરિવાર તરીકે કોઈ ત્યાં હોય એ રીતે ભારત સરકાર એમની સુરક્ષા કરે છે. આવા સમયે વિપક્ષ ખોટું બોલવાનું બંધ કરે. ચૂંટણી જીતવા માટે દેશ અને વડાપ્રધાનને ગાળો દેવા માટે 1 કરોડ પ્રવાસીઓનું જીવન જોખમમાં મૂકવાનું કામ કોંગ્રેસે કર્યું છે. ઈરાનમાં રહેતા તમિલનાડું, ગોવા, કેરાલમ અને પોંડ્ડીચેરીના કેટલાક માછીમારોની જિંદગી જોખમમાં છે. એમનું જીવન દેશ માટે મહત્ત્વનું છે.ભારત એમ તમામ લોકોને પરત લાવવા માટે પૂરી રીતે મહેનત કરી રહી છે. કોંગ્રેસની વિચારધારા સ્વાર્થ સાથે સત્તાની છે.પ્રજાની માફી માગવી જોઈએ.