Sun Jul 26 2026

Logo

વડાપ્રધાન મોદીએ મધ્યપૂર્વમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે નિર્દેશો આપ્યા; CCSની બેઠકમાં ચર્ચા

2026-03-02 09:19:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: ઈરાન પર હુમલો કરીને યુએસ-ઇઝરાયલે મધ્યપૂર્વમાં વધુ એક યુદ્ધ છેડ્યું છે, ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીની હત્યા બાદ ઈરાન બદલો લેવા આતુર છે. એવામાં મધ્યપૂર્વમાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી  (CCS) ની બેઠક બોલાવી હતી. બેઠક દરમિયાન ઈરાનમાં રેહલા ભારતીયોની સલામતી અને સુરક્ષા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી..

વડાપ્રધાન મોદીને અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠક બાદ જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું કે CCS એ પ્રાદેશિક સુરક્ષા અને આર્થિક અને વાણિજ્યિક પ્રવૃત્તિઓ પર યુદ્ધની વ્યાપક અસરોની સમીક્ષા કરી હતી. CCS એ સરકારના તમામ સંબંધિત વિભાગોને યુદ્ધને કારણે અસરગ્રસ્ત તમામ ભારતીય નાગરિકોને મદદ કરવા માટે જરૂરી અને શક્ય પગલાં લેવા નિર્દેશ આપ્યો છે. 

CCSએ સંઘર્ષમાં સામેલ તમામ પક્ષોને હાથીયાર હેઠા મુકવા અને વાટાઘાટો તરફ પરત ફરવાના મહત્વ પર ભાર મૂક્યો.

હાલ કોઈ ઓપરેશન હાથ ધરાવું મુશકેલ:
નોંધનીય છે પશ્ચિમ એશિયામાં 96 લાખથી વધુ નાગરિકો રહે છે, જેમાં લગભગ 10,000 નાગરિકોનો ઈરાનમાં રહે છે. યુએસ અને ઇઝરાયલ પર હુમલો કર્યા બાદ ઈરાને ગલ્ફના મોટાભાગના દેશો પર  મિસાઈલ અને ડ્રોન છોડ્યા હતાં, જેના કારણે ગલ્ફના દેશોએ તેમનું એરસ્પેસ બંધ કરી દીધું છે, ભારત ઉચ્ચ જોખમ વાળા પ્રદેશોમાંથી પોતાના નાગરીકોને બહાર કાઢવા પ્રયાસ કરી રહ્યું છે.

CCS એ ગલ્ફના દેશોમાંથી ભારતીય નાગરીકોને બહાર કાઢવા પડી રહેલી મુશ્કેલીઓ અંગે સમીક્ષા કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે એરસ્પેસ બંધ હોવાને કારણે અને અસ્થિર સુરક્ષા વાતાવરણને કારણે લોકોને બાહર કાઢવા માટે તાત્કાલિક ઓપરેશન હાથ ધરવામાં અહીં આવે.