મુંબઈઃ વેબસિરીઝ 'મિર્ઝાપુર'ના કાલીનભૈયા-પંકજ ત્રિપાઠી આવી રહેલી નવી ફિલ્મને લઈને તો ચર્ચામાં છે જ. પણ હવે તે પોતાની યુટ્યુબ ચેનલ ખોલવા માટે તૈયાર થઈ રહ્યા છે. ચર્ચા એવી પણ છે કે તે કોઈ નવો વિષય લઈને આવી રહ્યા છે. તાજેતરમાં એક ખાસ ઈવેન્ટમાં આવેલા પંકજ ત્રિપાઠીએ સોશિયલ મીડિયા સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓના દિલ ખોલીને જવાબ આપ્યા હતા,જ્યારે એમને પૂછવામાં આવ્યું કે, જો તેઓ પોતાની યુટ્યુબ ચાલું કરે તે એમાં વિષય શું રહે? મજાકીય અંદાજમાં તેમણે કહ્યું કે, હું મોટિવેશનલ સ્પીકર બનીશ અને લોકોનું માર્ગદર્શન કરીશ.આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી કે, બિહારમાં એમના ભાઈ પર જે હુમલો થયો હતો એ પછી એમની તબિયત ઘણી સારી છે.
ખાસ ઈવેન્ટમાં હું કહ્યું
મૂળ વાત એમ હતી કે, એક ખાસ ઈવેન્ટમાં મહેમાન બનેલા પંકજ ત્રિપાઠીને જ્યારે પૂછવામાં આવ્યું કે, સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહેવા માટે અને લાઉડ-દમદાર અને અસરકારક પર્ફોમન્સ આપવા માટે કોઈ પ્રેશર ફીલ થયું છે? એ સમયે તેમણે ખૂબ જ સહજતા સાથે જવાબ આપ્યો કે,મને ક્યારેય આ વિષય પર કોઈ પ્રકારના પ્રેશરનો અહેસાસ થયો નથી. ફિલ્મમેકર્સ મને એવું કહે છે કે, સ્ક્રિન પર હું એ જ કરૂ જે મને સારૂ લાગે, જે હું નેચરલી કરી શકુ અને એ જ નેચરલી સ્ક્રિન પર લાગે. મને એ સ્ટાઈલ કરવા માટે પૈસા મળે છે. સાદગી અને ઓરિજિનાલિટી અંગે તેમણે મસ્તીભર્યા અંદાજમાં કહ્યું કે, હું તો મારી જાતને ઓથેંટિકેટ કુમાર કહુ છું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાના ભાઈની તબિયત અંગે ચોખવટ કરી હતી.એમના મોટાભાઈ વિજેન્દ્રનાથ તિવારીની તબિયત હાલમાં ઘણી સારી છે.ધીમે-ધીમે તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.
આખરે શું થયું હતું એ દિવસે?
21 જુનના રોજ બિહારના ગોપાલગંજ જિલ્લામાં એમના ભાઈ વિજેન્દ્રનાથ પર જીવલેણ થયો હતો, આ વાવડ મળતા જ પંકજ ત્રિપાઠી પોતાના પરિવારજનોને મળવા માટે તાત્કાલિક પહોંચી ગયા હતા. હાલમાં એમના ભાઈની સારવાર પટણાની એક હોસ્પિટલમાં ચાલું છે. ગોપાલગંજ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના માધોપુર પોલીસ સ્ટેશનમાં આવતા બેલસંડ ગામે થઈ હતી. પંકજ ત્રિપાઠીના મોટાભાઈ વિજેન્દ્રનાથ પોતાના ઘરની બાહર બેઠા હતા એ સમયે એના પાડોશી રાજેશ સાહે જમીનના જુના વિવાદ તથા ઘર પાસે માટી ફેંકવા બાબતે હુમલો કરી નાંખ્યો હતો. આ હુમલામાં એમની પીઠ અને ખભા પર ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી લીધી છે.
નવી ફિલ્મ આવી રહી છે
ફિલ્મી કેરિયરની વાત કરવામાં આવે તો પંકજ ત્રિપાઠીની ફિલ્મ મિર્ઝાપુર આવી રહી છે. આ ફિલ્મમાં તેનો એક અલગ અંદાજ જોવા મળશે. દર્શકો એવું માની રહ્યા છે કે, વેબસિરીઝ કરતા આ ફિલ્મમાં એનો અંદાજ અલગ હશે. ફિલ્મમાં એકથી એક ચડિયાતા ડાયલોગ છે અને ફિલ્મની સ્ટારકાસ્ટ વેબસિરિઝમાંથી જ લેવામાં આવી છે. પ્લોટ પણ વેબસિરિઝનો છે પણ વાર્તા ઘણી અલગ છે. આ ફિલ્મમાં મુન્નાભૈયા છે અને ગજગામિનીનો પણ અલગ અવતાર જોવા મળશે. એક્શન,ડ્રામા, ડ્રગ્સ અને પોલિટિક્સની સાથે અનોખી સિક્વન્સ જોવા મળશે. મુન્નાભૈયાનો પણ એક અલગ અંદાજ જોવા મળ્યો છે. ફિલ્મના પ્લોટમાં સત્તા મેઈન છે અને ગ્રાઉન્ડ વર્ક મિર્ઝાપુરનું જ છે.