ભુવનેશ્વરઃ ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત અને પૂર્વ ભારતમાં આસામ પછી હવે ઓડિશામાં વરસાદી સંકટ વધી રહ્યું છે. ઓડિશામાં પૂર્વના રાજ્ય ઓડિશામાં સતત વરસાદને કારણે હવે મહાનગરમાં પૂરનું સંકટ તોળાઈ રહ્યું છે. હીરાકુંડ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે રવિવારે કટક શહેર પાસે મુંડાલી વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો.
મહાનદીમાં પાણીનું સ્તર વધી જતા આસપાસના વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું હતું. ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને કિનારાના પ્રદેશના 10 જિલ્લાઓમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું સંકટ હાલમાં નથી પણ સ્થિતિ વણસી શકે છે. મુંડાલીમાં પાણીનું લેવલ વધતા રવિવારે 5.73 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે.

જોખમી હાલાત હવે નથી
કટક શહેરના ઈજનેર દીલીપ કુમાર રાઉતે જણાવ્યું હતું કે, કટક પાસે મુંડાલી વિસ્તારમાં પાણીનું સ્તર વધી રહ્યું છે. પણ મહાનદીમાં સૌથી ખતરનાક કહી શકાય એવી સ્થિતિ છે. જોખમી હાલાત હતા એ હવે નથી. કારણ કે, ધીમે ધીમે પાણી ડાઈવર્ટ થઈ રહ્યું છે. વરસાદ ધીમો પડ્યો છે. પણ મુંડાલીમાં મહત્તમ જળસપાટી 7 લાખ ક્યૂસેક સુધી જઈ શકે છે. આ પહેલા ગત ગુરૂવારે (30 જુલાઈ 2026)ના રોજ સૌથી વધારે 8.88 લાખથી વધારે પાણી પહોંચ્યું હતું. મહાનદીમાં પાણીને કારણે એક કરંટ જોવા મળ્યો હતો.
10 જિલ્લાઓમાં હાઈએલર્ટ
પાણીનું જોર વધારે હતું. હવે સ્થિતિ થોડી સારી છે એટલે હવે જો વધારે માત્રામાં વરસાદ પડશે તો કોઈ નુકસાન વગર પાણીનો રસ્તો કાઢી શકાશે. હીરાકુંડ ડેમના 22 દરાવાજા ખોલી નાંખવામાં આવતા આસપાસના વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. મહાનદીના પહાડી વિસ્તારોમાં 10 જિલ્લાઓમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવા માટે આદેશ અપાયા છે. જળસપાટી વધતા ખોરધા, કટક, પૂરી, કેન્દ્રપાડા અને જગતસિંહપુર જેવા નીચાણવાળા વિસ્તારમાં મોટું નુકસાન થઈ શકે છે.

મુખ્યમંત્રીએ કરી મહત્ત્વની સ્પષ્ટતા
ઓડિશાના 21 જિલ્લાઓ હજુ ભારે વરસાદ થાય એવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સોમવારે સવારે આપવામાં આવેલા એક એલર્ટ અનુસાર બાલાસોર, ભદ્રક, જાજપુર, કેન્દ્રપાડા, જગતસિંહ પુર, કટક, સુંદરગઢ, અંગુલ, ઢેંકનાલ, ક્યોઝર, મયુરભંજ, કાલાહાંડી, નવરંગપુર, રાયગડા, કોરાપુટ, મલકાનગીરી, ગજપતિ, ગંજામ, પૂરી, ખોરધા જેવા 21 જિલ્લાોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર ઓડિશાના જિલ્લાઓમાં પૂરને કારણએ આઠથી નવ લાખ લોકોને આંશિક અથવા સંપૂર્ણ રીતે અસર થઈ છે.
ઓડિશાના મુખ્યમંત્રી મોહનચરણ માંઝીએ જણાવ્યું હતું કે, નદીમાં પાણીની સપાટી વધવાને કારણે અનેક જિલ્લાઓ જળમગ્ન થઈ ગયા છે. ઉત્તર ઓડિશાના જિલ્લાઓમાં નદીઓનું સ્તર ઝડપથી ઘટી રહ્યું છે જે ઘણી સારી વાત છે. આ રાહતના સમાચાર છે. અધિકારીઓને જે તે જિલ્લાઓમાં અસરગ્રસ્ત લોકોની મદદે મોકલી દેવાયા છે. પુનઃવસવાટનું કામ ચાલું કરી દેવામાં આવ્યું છે. બચાવ કાર્યો પર મંત્રીઓને પણ નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે.