Thu May 07 2026

Logo

‘સરકે ચુનર’ વિવાદમાં નોરાએ માફી માગી, અનાથ બાળકીઓના શિક્ષણનો ખર્ચ ઉઠાવશે

2026-05-07 22:18:53
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ  'સરકે ચુનર' ગીતને લઈને થયેલા વિવાદના મામલે હવે નોરા ફતેહીનું નિવેદન સામે આવ્યું છે. નોરા ફતેહી મહિલા આયોગની સામે રજૂ થઈ હતી અને સમગ્ર વિવાદ મામલે માફી પણ માગી હતી. તેમણે વાયદો કર્યો કે તે ગરીબ બાળકીઓના શિક્ષણનો ખર્ચ ઊઠાવશે. નોરા ફતેહીના ગીત 'સરકે ચુનર'ને લઈ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. રાષ્ટ્રીય મહિલા આયોગ સામે નોરાએ હાજરી આપી હતી અને પોતાનું નિવેદન પણ આપ્યું હતું. આ સુનાવણી દરમિયાન નોરાએ લેખિતમાં માફી માગી અને કહ્યું કે, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો ન હતો.

નોરાએ પણ આયોગ સામે માફી માગી
નોરાએ કહ્યું હતું કે, મેં મહિલા આયોગ સમક્ષ માફી માગી લીધી છે. એક કલાકાર હોવાના નાતે મને મારી જવાબદારી ખબર છે. હજુ પણ કલાકા તરીકે જવાબદારી સમજવી જોઈએ. આ મુદ્દે મેં કેટલીક અનાથ બાળકીઓનો શિક્ષણનો ખર્ચ ઊઠાવવાનો મેં નિર્ણય કર્યો છે. હું વચન આપું છું કે, આ બાળકીઓનો શિક્ષણનો તમામ ખર્ચો હું ઊઠાવીશ.આ પહેલા સંજય દત્તે મહિલા આયોગની સામે ઉપસ્થિત રહીને માફી માગી હતી. આયોગની માફી માગતા સંજય દત્તે 50 આદિવાસી બાળકીઓનો શિક્ષણ ખર્ચ આપવાનો વાયદો કર્યો હતો. સમાજ કલ્યાણ અને મહિલા સશક્તિકરણની દિશામાં આ એક મોટું પગલું છે. સંજય દત્તે આ બાળકીઓનો ખર્ચ ઊઠાવીને શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. 

મુદ્દો સંસદ સુધી પહોંચ્યો
'સરકે ચુનર' ગીતના અશ્લીલ શબ્દો અને ડાંસને કારણે વિવાદ થયો હતો. આ ઉપરાંત ગીતમાં કેટલીક ખોટી હરકત પણ કરવામાં આવી  હતી.આ ગીતની ટીકા પણ એટલી થઈ અને વિવાદ પણ મોટો થયો હતો. વિવાદ સાથે વિષય એટલો મોટો બની ગયો હતો કે, મુદ્દો સંસદ સુધી પહોંચ્યો હતો. એ પછી સૂચના તથા પ્રસારણ મંત્રાલયે ગીતના પ્રસારણ પર રોક મૂકવા આદેશ કર્યા, આ પછી મેકર્સે ગીતનું હિન્દી વર્ઝન યુટ્યુબ પરથી પણ દૂર કરી દીધું હતું.સંજય દત્તે આયોગ સામે કહ્યું હતું કે, ગીતના શબ્દો, ટ્રાંસલેશન, કંપોઝિશન અથવા અંતિમ પ્રેઝન્ટેશનની મને કોઈ અગાઉથી જાણકારી ન હતી. એક કલાકાર તરીકે મારી જવાબદારી હતી. કોન્ટેટ અંતર્ગત પર્ફોમન્સ પૂરતું એ સીમિત હતું.

વધુ જુઓ...