ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ એટલે કે ચૂંટણી સમિતિની રચના કરી હતી. જેમાં નીતિન પટેલ, પરસોત્તમ રૂપાલા, આર સી ફળદુ, જીતુ વાઘાણી જેવા પાટીદારોને સ્થાન આપવામાં આવ્યું હતું. દરેક ચૂંટણીમાં ઉમેદવારોની ટિકિટ નક્કી કરવાની જવાબદારી રહેશે.
આ સમિતિમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી ઉપરાંત પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પૂર્વ પ્રધાન ૂભૂપેન્દ્રસિંહ ચુડાસમાને લઈને પક્ષાના નવા અને જૂના નેતાઓને સાથે રાખ્યા છે. તેમજ પાટીદાર, ઓબીસી, દલિત અને આદિવાસી ચહેરાઓને પણ આ સમિતિમાં સ્થાન આપ્યું છે. અર્જુન મોઢવાડિયા ભાજપમાં સામેલ થયા બાદ સાઈડલાઈન થયેલા બાબુ બોખીરિયાને પણ સ્થાન આપ્યું છે.
આ સિવાય પક્ષના પૂર્વ પ્રમુખ સી આર પાટીલ, જીતુ વાઘાણી, આર સી ફળદુ, પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓને વિશેષ આમંત્રિત સભ્યો તરીકે કમિટીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સભ્યોની હાજરી બેઠકમાં અપેક્ષિત રહેશે પણ અનિવાર્ય નહીં હોય.
સાઈડલાઈન થયેલા નેતાઓને પણ સ્થાન
ચૂંટણીમાં ટિકિટ ન મળવાના કારણે અથવા સંગઠનમાં પણ હોદ્દો ન મળવાના કારણે સાઈડલાઈન થયેલા નેતાઓને જગદીશ વિશ્વકર્માએ પાર્ટીની ચૂંટણી સમિતિમાં સામેલ કર્યા છે. જેમાં નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુ બોખીરીયા, આર સી ફળદુ, દર્શના દરદોશ, જયશ્રી પટેલ, વર્ષા દોશી જેવા નેતાઓનો સમાવેશ થાય છે.
પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોની જાહેરાત કરવામાં આવી.
— BJP Gujarat (@BJP4Gujarat) March 25, 2026
પ્રદેશ ચૂંટણી સમિતિના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ. pic.twitter.com/UwBusuaXDx
ચૂંટણી સમિતિના મુખ્ય સભ્યોની યાદી
ભૂપેન્દ્ર પટેલ: મુખ્ય પ્રધાન, ગુજરાત (કર્ણાવતી).
જગદીશ વિશ્વકર્મા: પ્રદેશ પ્રમુખ (કર્ણાવતી).
હર્ષ સંઘવી: નાયબ મુખ્ય પ્રધાન, ગુજરાત (સુરત શહેર).
રત્નાકરજી: પ્રદેશ સંગઠન મહામંત્રી (ગાંધીનગર શહેર).
નીતિન પટેલ: પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન (મહેસાણા).
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા: પૂર્વ પ્રધાન, રાજ્ય સરકાર (અમદાવાદ જીલ્લો).
ડૉ. પ્રધુમન વાજા: પ્રધાન, રાજ્ય સરકાર (ગીર સોમનાથ).
દર્શના જરદોશ. પૂર્વ કેન્દ્રીય પ્રધાન (સુરત શહેર).
બાબુ બોખીરીયા: પૂર્વ પ્રધાન, રાજ્ય સરકાર (પોરબંદર).
રાજેશચુડાસમા: પ્રદેશ ઉપપ્રમુખ અને સાંસદ (જુનાગઢ જીલ્લો).
નટુજી ઠાકોર: પ્રદેશ ઉપપ્રમુખ (મહેસાણા).
ગણપતસિંહ વસાવા: પ્રદેશ પ્રમુખ, અનુસૂચિત જનજાતિ મોરચો અને ધારાસભ્ય (સુરત જીલ્લો).
અંજુબેન વેકરીયા: પ્રદેશ પ્રમુખ, મહિલા મોરચો (સુરત શહેર).
વિશેષ આમંત્રિત અને આમંત્રિત સભ્યો
આ સમિતિમાં અનુભવી નેતાઓને વિશેષ આમંત્રિત સભ્યો તરીકે પણ જોડવામાં આવ્યા છે.
સી. આર. પાટીલ: કેન્દ્રીય પ્રધાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખ (સુરત શહેર).
પરસોત્તમ રૂપાલા: સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ (રાજકોટ).
આર. સી. ફળદુ: પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ પ્રધાન (જામનગર જીલ્લો).
જીતુ વાઘાણી: પ્રધાન, રાજ્ય સરકાર અને પૂર્વ પ્રદેશ પ્રમુખ (ભાવનગર શહેર).
આ ઉપરાંત, આમંત્રિત સભ્યો તરીકે મહેસાણાના પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ અને સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી (પ્રભારી, આણંદ જીલ્લો) નો સમાવેશ કરવામાં આવ્યો છે.