Wed Jul 29 2026

Logo

ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રી નિયા શર્મા બોયફ્રેન્ડ સાથે મોજ કરતી જોવા મળી, જુઓ બોલ્ડ અંદાજ

2026-07-29 22:15:16
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ એક્ટ્રેસમાંથી એક નિયા શર્મા હંમેશા તેની ફેશન સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે. તે હાલમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે. તેણે સોશિયલ મીડિયા પર એવા ફોટા શૅર કર્યા છે જેને ચાહકો તરફથી અપાર પ્રેમ મળી રહ્યો છે, દરેક શોટમાં તેની બોલ્ડ સ્ટાઇલ સ્પષ્ટ દેખાય છે. આ વખતે તેના કથિત બોયફ્રેન્ડ, સિકંદર સિંહની હાજરીએ સૌને ચોંકાવી દીધા છે. જોકે બંનેમાંથી કોઈએ પણ સંબંધની પુષ્ટિ કરી નથી, અફવાઓ સૂચવે છે કે સિકંદર સિંહ નિયાનો બોયફ્રેન્ડ છે.

એકથી એક બેસ્ટ પોઝ
આ ફોટામાં નિયા શર્માને સફેદ મોનોકિની પહેરેલી જોવા મળી છે.આગળના ભાગમાં પ્લંગિંગ કટ-આઉટ ડિઝાઇન તેના દેખાવને ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ ટચ આપવામાં આવ્યો છે. પોતાના લૂકને વધારે એક્ટ્રેક્ટિવ બનાવવા માટે નિયાએ પર્લચેઈન પહેરી છે. જે તેની નેકલાઈનની સુંદરતામાં નોંધપાત્ર વધારો કરે છે. નિયા બીચ રેતી પર સૂતી વખતે અતિ મનમોહક લાગી રહી છે, 'ભીના વાળ' વાળવાળો લુક એની સુંદરમાં ઔર વધારો કરે છે.  


કેટલાક ફોટામાં ક્લાસિક બ્લેક-એન્ડ-વ્હાઇટ સ્ટાઇલમાં જોવા મળી છે, જ્યારે અન્યમાં સૂર્યના સોનેરી કિરણો વચ્ચે બીચ પર પોઝ આપતી દેખાય છે.એક તસવીરમાં, બંને સાથે ડ્રિંક્સનો આનંદ માણતા જોવા મળે છે, જ્યારે બીજામાં સિકંદર નિયાનો હાથ પકડીને કેમેરા માટે પોઝ આપી રહ્યો છે. તેઓ માલદીવ રિસોર્ટના સ્ટાફ સાથે પોઝ આપતા જોવા મળે છે જ્યાં તેઓ વેકેશન માણી રહ્યા હતા.

લાખોમાં છે ફેન્સ
આ ફોટો પર 75 હજારીથી વધારે લાઈક્સ મળી ચૂકી છે. આવું પહેલીવાર નથી, આ પહેલા પણ તે પોતાના એકથી એક બેસ્ટ બોલ્ડ પોઝ શૅર કરી ચૂકી છે. જેમાં તેનું પર્ફેક્ટ બિકીની ફીગર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ વખતેના ફોટોશુટમાં સૌથી વધારે ચર્ચા તેની વ્હાઈટ મોનોકિની અને તેના ફીગરની થઈ રહી છે. ફેન્સે તેના કોમેન્ટ બોક્સમાં હાર્ટ અને ફાયર વાળા ઈમોજીનો ઢગલો કરી દીધો હતો. તેની ઈન્સ્ટાગ્રામ વોલ પરથી એકથી એક બોસ્ટ બોલ્ડ અંદાજ જોઈ શકાય છે. મોટાભાગના ફોટોઝ પર ફેન્સનો સારો એવો રિસપોન્સ મળી રહ્યો છે. મોટાભાગના ફોટો પર 50 હજારથી વધારે લાઈક્સ આવી ચૂકી છે.