Fri Jun 05 2026

Logo

નવજાત શિશુ માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ફાઇન પ્રિન્ટ સમજવાનો સમય હવે આવી ગયો છે

2026-06-02 08:43:00
Author: Nisha Sanghvi
Article Image

 


નિશા સંઘવી
 

ભારતમાં આરોગ્ય સેવાઓનો ખર્ચ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચિંતાજનક ઝડપે વધી રહ્યો છે. ખાસ કરીને માતૃત્વ અને નવજાત શિશુની સારવાર સાથે જોડાયેલા ખર્ચ હવે માત્ર મેડિકલ ખર્ચ રહ્યા નથી, પરંતુ એક ગંભીર ફાઇનાન્શિયલ રિસ્ક બની ચૂક્યા છે. મેટ્રો શહેરોમાં સામાન્ય ડિલિવરીનો ખર્ચ રૂ. 60 હજારથી રૂ. 1.5 લાખ સુધી પહોંચી શકે છે, જ્યારે સીઝેરિયન ડિલિવરી માટે આ ખર્ચ રૂ. 2 લાખથી વધુ થઈ શકે છે. જો નવજાત બાળકને NICU (નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં દાખલ કરવાની જરૂર પડે તો સારવારનો ખર્ચ સહેલાઈથી રૂ. 20-30 લાખ સુધી પહોંચી શકે છે.!


પ્રીમેચ્યોર જન્મ, લો બર્થ વેઇટ, શ્વાસની તકલીફ અને જન્મ પછીના ઇન્ફેક્શન જેવા કેસોમાં હોસ્પિટલાઇઝેશનનો સમય લંબાય છે અને ત્યાંથી આર્થિક દબાણ શરૂ થાય છે. આવી પરિસ્થિતિ માં મેટરનિટી અને ન્યૂબોર્ન કવર ધરાવતી હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી હવે વૈકલ્પિક સુવિધા નહીં, પરંતુ જરૂરી સુરક્ષા બની ગઈ છે.


જોકે અહીં સૌથી મોટો પ્રશ્ન છે શું ગ્રાહકો ખરેખર પોતાની પોલિસીની ફાઇન પ્રિન્ટ સમજે છે?

ઘણા પરિવાર એ માન્યતા સાથે પોલિસી ખરીદે છે કે ફેમિલી ફ્લોટર પ્લાનમાં બાળક જન્મતા જ આપમેળે કવર થઈ જશે. હકીકતમાં મોટાભાગની પોલિસીઓમાંDay-1 newborn cover  માટે અલગ શરતો હોય છે. કેટલીક પોલિસીઓમાં નવજાત શિશુનું કવર ઇન-બિલ્ટ હોય છે, જ્યારે કેટલીક કંપનીઓ તેમાંrider તરીકે વધારાનું કવર ઓફર કરે છે. ઘણી પોલિસીઓમાં બાળકને કવર આપવા માટે વધારાનું પ્રીમિયમ ચૂકવવું પડે છે અથવા બાળકને અલગથી પોલિસીમાં ઉમેરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે.


અહીં એક વધુ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે શું બાળકને ઉમેરવા માટે fresh underwriting જરૂરી છે? કેટલીક પોલિસીઓમાં બાળકના જન્મ પછી health declaration અથવા underwriting પ્રક્રિયા ફરીથી કરવી  પડે છે, જ્યારે કેટલીક comprehensive policies Day-1 cover without underwriting આપે છે. ક્લેમ  સમયે આવી શરતો જ સૌથી મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. તે જ રીતે ગ્રાહકોએ આ વિગતો પણ ખાસ ચકાસવી જોઈએ:


* NICU  ખર્ચ સંપૂર્ણપણે કવર થાય છે કે નહીં...
* congenital diseases (જન્મજાત બીમારીઓ) કવર થાય છે કે નહીં...
* newborn claims  પર 30 દિવસનો initial waiting period લાગુ પડે છે કે નહીં...
* બાળકના જન્મ પછી કેટલા સમયમાં ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવી ફરજિયાત છે...
* vaccination અથવા પ્રથમ વર્ષની સારવાર પોલિસીમાં સામેલ છે કે નહીં..


ભારતમાં મોટાભાગની maternity policiesમાં 9 મહિના થી 2-4 વર્ષ સુધીનો waiting period હોય છે એટલે કે pregnancy plan થયા પછી પોલિસી લેવાનો નિર્ણય ઘણીવાર મોડો સાબિત થાય છે.
ફાઇનાન્શિયલ પ્લાનિંગના દૃષ્ટિકોણથી જોઈએ તો યુવા દંપતીઓએ family planning શરૂ થાય તે પહેલાં જ યોગ્ય health cover પસંદ કરવું જોઈએ.


આજના સમયમાં ઘણા લોકો corporate health insurance પર આધાર રાખે છે, પરંતુ નોકરી બદલાય, કંપની policy revise  કરે અથવા coverage ઓછું કરે તો પરિવાર આર્થિક રીતે જોખમમાં આવી શકે છે. ખાસ કરીને startup અને private sector માં કામ કરતા યુવા professionals માટે વ્યક્તિગત health insurance સાથે maternity  અને newborn benefits હોવું અત્યંત જરૂરી બની ગયું છે. મેડિકલ ઇન્ફ્લેશન સતત વધી રહ્યું છે અને સાથે સાથે healthcare complications પણ વધી રહ્યા છે.


આવી સ્થિતિમાં માત્ર ઓછું premium જોઈને policy  ખરીદવાનો સમય હવે ગયો. હવે સમય છે coverageની વાસ્તવિક ઉપયોગિતા, exclusions અને operational clauses સમજવાનો,  કારણ કે બાળકના જન્મ સમયે પરિવારને માત્ર ભાવનાત્મક સુરક્ષા નહીં, પરંતુ મજબૂત આર્થિક સુરક્ષાની પણ જરૂર હોય છે.