કાઠમંડુ: નેપાળે ભારતને મોટો આંચકો આપ્યો છે. જેમાં નેપાળના નવા વડાપ્રધાન બાલેન શાહના વહીવટીતંત્રે ભારતમાંથી આવતા રૂટ દ્વારા 100 રૂપિયાથી વધુ કિંમતના માલ પર કસ્ટમ ડ્યુટી લાદી છે. આ નિર્ણયના વિરોધમાં ભારતીય બાજુથી નેપાળથી આવતા વાહનોને રોકી દીધા હતા. જેના લીધે સરહદ પર હોબાળા જેવી સ્થિતિ ઉભી થઇ છે. જેના કારણે બંને બાજુએ અવરજવર ખોરવાઈ ગઈ હતી.
ઉત્પાદન પર કસ્ટમ ડ્યુટી ચૂકવવી ફરજિયાત
આ નવા નિર્ણય મુજબ નેપાળે ભારતમાંથી લાવવામાં આવતા 100 રૂપિયાથી વધુ કિંમતના ઉત્પાદન પર કસ્ટમ ડ્યુટી ચૂકવવી ફરજિયાત બનાવી દીધી છે. નેપાળની બાલેન શાહના નિર્ણયને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જેમાં ચોક્કસ સરહદી પ્રદેશોના રહેવાસીઓ તેમજ રાજકીય વિરોધનો સામનો કરવો પડ્યો છે. જ્યારે વેપારી સમુદાયે આ પગલાનું સ્વાગત કર્યું છે.
Under PM Balen Shah, Nepal is enforcing heavy customs duties (up to 80%) on all Indian goods above NPR 100 (~₹100), including small grocery packets and daily essentials.
— Avinash K S🇮🇳 (@AvinashKS14) April 20, 2026
Border residents now face long queues, aggressive checks and confiscations that are crippling daily life.
+1 pic.twitter.com/L0EOx8by0C
કસ્ટમ મહેસૂલના લીકેજને રોકવાનો ઉદેશ
મીડિયા અહેવાલ મુજબ સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતમાંથી આયાત માટે કસ્ટમ્સ ક્લિયરન્સ પ્રક્રિયાઓને કડક બનાવવા પાછળનો ઉદ્દેશ કસ્ટમ મહેસૂલના લીકેજને રોકવાનો છે. આ પગલા દ્વારા, બિરાટનગર અને બિરગંજથી ધનગઢી સુધીના તમામ સરહદી ચોકીઓ પર કાયદાના અમલીકરણને મજબૂત બનાવવામાં આવશે.