બંગાળ-આસામમાં ભાજપનો વિજય અને બદલાતા રાજકીય સમીકરણ શાના સંકેત છે?
'આનંદ' ફિલ્મથી એક ડાયલોગ સૌને યાદ રહી ગયો છે. એ બાબુ મોશાય, જે ફરી લોકજીભે ચઢ્યો છે. પશ્ચિમ બંગાળના પરિણામોએ લોકોને હરકતમાં લાવી દીધા છે, જેમાં સરકારના વિરોધીઓ એસઆઈઆર અને ચૂંટણી પંચ, કેન્દ્રીય બળોની મોજુદગી પર જીતનો કળશ ઢોળી રહ્યા છે, જ્યારે સરકારના ભક્તો પણ મોદી ફેક્ટર માને છે, એનાથી આગળ તો આગામી વર્ષોમાં હવે દક્ષિણ ભારતમાં પણ પગપેસારો કરે તો નવાઈ નહીં એવું પણ કહે છે. સાચું શું એ પણ જાણી લો....
પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપના પ્રચંડ વિજયને કારણે સમગ્ર ભારતના રાજકારણ પર એની અસર જોવા મળી છે, જે આગામી વર્ષોમાં પણ જોવા મળી શકે છે. હજુ પણ મોદી જ નહીં, પરંતુ અમિત શાહ ફેક્ટર ભારતના રાજકારણ માટે મહત્ત્વના છે એની સાથે ભારતીય જનતા પાર્ટીને પણ સૌથી મોટી શક્તિશાળી પાર્ટી માનવામાં આવશે.
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર વખતે અમિત શાહે પણ કહ્યું હતું કે બંગાળ જીતવા માટે ભાજપ પોતાના અંગ, બંગ અને કલિંગ જીતવાનું લક્ષ્યાંક હાસલ કરશે. અંગ એટલે બિહાર, બંગ એટલે બંગાળ અને કલિંગ એટલે ઓડિશા. મોટા ભાગના રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી આવી છે, તેથી તેની ડાયરેક્ટ અસર હવે રાજ્યસભા પર પણ થવાનું નિશ્ચત છે. આસામમાં ફરી હેમંત બિશ્વાની સરકાર સત્તારુઢ થશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીતને કારણે પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં ભાજપ વધુ મજબૂત બન્યું છે. આ વિસ્તાર પાર્ટીના પેન ઈન્ડિયા ટાર્ગેટને પણ પ્રોત્સાહન આપશે.
પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ નરેન્દ્ર મોદી ફેક્ટરના જાદુને યથાવત્ રાખ્યો છે, જેમાં રેલી, પ્રચાર અભિયાનમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. કૂલ મળીને મોદી ફેક્ટર ભાજપનું સૌથી મહત્ત્વનું છે. પરિણામો પક્ષ માટે મજબૂતાઈનું કામ કર્યું છે, પરંતુ વિપક્ષ માટે ચેતવણી છે, જે રાષ્ટ્રીયસ્તરે વિપક્ષની રાજનીતિની સીમાને ઉજાગર કરે છે. આ પરિણામો આગામી વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીની સાથે 2029 લોકસભાની ચૂંટણી ભાજપનો મનોબળને વધારશે. બે રાજ્યની જીત સાથે ડબલ એન્જિનની સરકારમાં જનતાને પણ વિશ્વાસ હોવાનું પુરવાર કર્યું છે.
કોંગ્રેસ માટે સંકેતો શું કહે છે
બંગાળ અને આસામમાં મમતા બેનરજી અને બદરુદ્દીન અજમલ જેવા નેતા નબળા પડવાને કારણે કોંગ્રેસ સાથેના ઈન્ડિ બ્લોકમાં મહત્ત્વની ભૂમિકામાં આવશે. પ્રાદેશિક પક્ષો પણ કોંગ્રેસની શરતો પર આવી શકે છે. છેલ્લા એક દાયકાથી કોંગ્રેસ માટે સૌથી મોટી સમસ્યા ટીએમસી, ડીએમકે હતી, પરંતુ 2026ના પરિણામોએ કોંગ્રેસને નવી સ્પેસ આપી છે. કોંગ્રેસ સાયલન્ટ કિલર તરીકે ઊભરી રહ્યું છે. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને સામે બંધારણીય રાષ્ટ્રવાદ લઈ આવશે અને મત છીનવવાનો પ્રયાસ પણ કરશે. ઉત્તરથી દક્ષણિ સુધી પાર્ટીની કેડર હવે ડિફેન્સિવ નહીં, પરંતુ ઓફન્સિવ મોડમાં આવશે. નિષ્ણાતો પણ કહે છે જેમ શિકારી શિકાર માટે બે પગલા પાછળ જઈને મોટો જમ્પ મારીને શિકાર કરે છે તેમ કોંગ્રેસ પણ બે ડગ પાછળ જઈને લાંબી છલાંગ મારવાની તૈયારીમાં છે. કેરલમની જીત પણ બુસ્ટરડોઝ બની શકે અને 2029ના મહાસંગ્રામમાં વધુ જોરથી આગળ વધી શકે છે. બંગાળમાં પણ મમતાદીદી હાર્યાં છે, પરંતુ આગામી વર્ષોમાં નવા અધ્યાય અને જોમને લઈને વાપસી પણ કરી શકે છે. શું કહો છો રાજકારણમાં પણ બધુ જાયજ છે.
પ.બંગાળમાં ભાજપનો વિજય: વડાપ્રધાને જનતાને કર્યા નમન | Narendramodi | westbengal #pmmodi #narendramodi #bjpvictory #westbengalelection2026 #BiharFormula #ekbharatshreshthabharat #bharat #BharuchBJP #gujaratpolitics #electionresults2026 #KhelaHoGaya #assamelections #puducherry… pic.twitter.com/VAUbCL0mxM
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) May 4, 2026
ચાર રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની ચૂંટણીના પરિણામો અંગે મુંબઈ સમાચાર મારફત પણ એનાલિસિસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં લોકોનું માનવું છે કે બંગાળમાં પરિવર્તન જરૂરી હતું અને બાય ધ વે તમે શું માનો છો ઍ પણ જણાવી શકો!