નવી દિલ્હી: કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)એ રાજધાનીમાં વધુ એક વિરોધ પ્રદર્શન કર્યું હતું. સીજેપીના કાર્યકર્તાઓએ હિન્દુત્વ ઈન્ફ્લ્યુએન્સર સ્વતંત્ર ભારદ્વાજ સામે કાર્યવાહીની માંગને લઈને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા અને પોલીસે ખાતરી આપ્યા બાદ તેઓ ત્યાંથી હટ્યા હતા. પોલીસે આશ્વાસન આપ્યું હતું કે 72 કલાકની અંદર તેમની ધરપકડ કરવામાં આવશે.
પાર્ટીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે પોલીસે તેમને જાણકારી આપી હતી કે ભારદ્વાજ પર હત્યાનો પ્રયાસ અને ગુનાહિત ધમકીની સાથે સાથે એસ-એસટી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે. ભારદ્વાજે એક ઈન્ટરવ્યૂમાં બડાઈ મારી હતી કે તેણે એક પ્રદર્શનકારી વિદ્યાર્થીના પિતાનું માથું ફોડ્યું હતું અને તેમાંથી બચી ગયો હતો. તે સિવાય હુમલાના શિકાર વ્યક્તિની દીકરીને નિશાન બનાવીને કરવામાં આવેલી ઓનલાઈન દુર્વ્યવહાર અને આપતિજનક તસવીરો માટે એક અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવશે.
પોલીસના એક સૂત્રએ કહ્યું હતુ કે એસસી/એસટી એક્ટ જોડ્યા બાદ પીડિતની વધુ એક મેડિકલ તપાસ કરાશે. હત્યાના પ્રયાસની કલમ હેઠળ આરોપ નક્કી કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. સીજેપીનો વિરોધ ભારદ્વાજના એક ઇન્ટરવ્યૂની ક્લિપ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે શેર થયા બાદ કરવામાં આવ્યો હતો. ભારદ્ધાજ પોતાને "કટ્ટર હિન્દુ" ગણાવે છે. વીડિયોમાં તે સ્વીકાર કરી રહ્યો છે કે તેણે જંતર-મંતર પર વિરોધ દરમિયાન વિદ્યાર્થી નિશુ આઝાદના પિતાનું "માથુ ફોડી" નાખ્યું હતું.
ભારદ્વાજને વીડિયોમાં કહી રહ્યો છે કે "...શું તમે જાણો છો કે આ ગુનો કઈ કલમમાં આવે છે? કલમ 307. તેમને 60 ટાંકા આવ્યા હતા. તે વ્યક્તિને ગંભીર હાલતમાં એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યો હતો. તેની પુત્રી પોલીસ સ્ટેશનની બહાર ઉભી રહીને કહી રહી હતી કે જો તેના પિતાને ન્યાય નહીં મળે તો તે આત્મહત્યા કરીને મરી જશે. પરંતુ મને જેલ પણ ના થઈ. દુનિયાને આ ખબર હોવી જોઈએ. હું આખી રાત બહાર ફરતો રહ્યો હતો.
સીજેપીના સહ-સંયોજક સૌરવ દાસે કહ્યું કે દિલ્હી પોલીસે ખાતરી કરવી જોઈએ કે આવા ગુંડાઓ સજાથી બચે નહીં. સ્વતંત્ર ભારદ્વાજ જેવા ગુંડાઓ જંતર-મંતર પર આવ્યા હતા. શું દિલ્હી પોલીસે તેમને ઓળખી શક્યા ન હતા? તેમણે હત્યાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હી પોલીસે 72 કલાકમાં કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જો તેઓ વચન પૂર્ણ નહીં કરે તો અમારે પાછા આવવું પડશે. અમે વિદ્યાર્થીઓ સાથે ઉભા છીએ."
આઝાદ સમાજ પાર્ટી (કાંશી રામ) ના વડા અને સાંસદ ચંદ્ર શેખર આઝાદ અને સીજેપીના સહ-સંયોજક આશુતોષ રાંકા સહિત પ્રદર્શનકારીઓએ દિલ્હી પોલીસ પર ભારદ્વાજ પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો. પોલીસ સ્ટેશનની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા હતા.
ઇન્ટરવ્યૂમાં ભારદ્વાજે દાવો કર્યો હતો કે તેણે 20 જૂલાઈના રોજ જંતર-મંતર ખાતે પ્રદર્શન દરમિયાન નિશુ આઝાદના પિતા સંજય કુમાર પર હુમલો કર્યો હતો. રાંકાએ આરોપ લગાવ્યો હતો કે સંજયને માથામાં ઈજા થઈ હતી, જેમાં ખોપરીમાં ફ્રેક્ચરનો પણ સમાવેશ થાય છે. જોકે, દિલ્હી પોલીસે સંજયને ખોપરીમાં ફ્રેક્ચર થયું હોવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે ઝપાઝપી દરમિયાન તેને નાની ઈજા થઈ હતી અને તેની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો હતો