Sun Sep 06 2026

Logo

'બબીતાજી' ઉર્ફે મુનમુન દત્તાએ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ઠાલવ્યું દર્દ

2026-07-31 18:19:24
Author: Mumbai Samachar Team
'બબીતાજી' ઉર્ફે મુનમુન દત્તાએ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓ સાથે થતા ભેદભાવ અંગે ઠાલવ્યું દર્દ

Munmun dutta "TMKOC"


મુંબઈઃ 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'ની ગ્લેમરસ એક્ટ્રેસ 'બબીતાજી'-મુનમુન દત્તાએ ઈન્ડસ્ટ્રીમાં કામ મળવું કેટલું મુશ્કેલ છે એના અંગે દિલ ખોલીને વાત કરી હતી. ખાસ કરીને ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓના સન્માન અને કામ મળવાની બાબતમાં કેટલીક તરફેણ અંગે તેમણે વિગતવાર વાત કહી છે. મુનમુન દત્તાનું કહેવું છે કે, આ કોઈ એક પ્રોડક્શન કે યુનિટની વાત નથી. ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને લઈને ઘણા ભેદભાવ કરવામાં આવી રહ્યા છે, જે યોગ્ય નથી. 

મહિલાઓને લઈ કહી મોટી વાત
મહિલાઓને એટલી કોઈ ક્રેડિટ આપવામાં આવતી નથી જેટલી એ ખરેખર ઈચ્છતી હોય છે કે, ડીઝર્વ કરતી હોય છે. હકીકત એવી પણ છે કે, મુનમુનને 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા'થી આગવી ઓળખ પ્રાપ્ત થઈ છે. ઓફસ્ક્રિન પર તેઓ બબીતાજી નામથી જાણીતી છે. લાંબા સમય સુધી તે 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' શૉમાં ટકી રહી છે. પોતાના શૉ અને અસાઈમેન્ટમાં પૂરતું ધ્યાન આપતી મુનમુન દત્તાએ મહિલાઓને કામ મળવાને લઈને ઈન્ડસ્ટ્રીની કેટલીક વાત કહી છે.

મુનમુનનું એવું કહેવું છે કે, જે મહિલા ખરેખર ઈન્ડસ્ટ્રીમાં મહેનત કરે છે એમના યોગદાનની નોંધ યોગ્ય રીતે લેવાવી જ જોઈએ. તાજેતરમાં જ શૉના 18 વર્ષ પૂરા થતા મુનમુને પોતાની સાથે રહેલી કૉ-સ્ટાર અંગે વાત કરી હતી. પોતાની કૉ-સ્ટારના વખાણ પણ કર્યા હતા. એમની ટેલેન્ટ, કમિન્ટમેન્ટ અને પ્રોફેશનાલિઝમની એક અલગ જ વાત કરી હતી. મુનમુને કહ્યું કે, અન્ય મહિલાઓની તુલનામાં મેં ક્યારેક મારી જાતને એક કોમ્પિટીટર તરીકે જોઈ નથી.

શૉની સફળતાનો શ્રેય કોને?
હું યુવતીઓને સાથ આપનારી એક એવી યુવતી છું જે જુના જમાનામાં પણ હતી. તમે મને મજબૂત ફેમિનિસ્ટ કહી શકો છો. હું એવું માનું છું કે, જો ખરેખર આગળ વધવું હોય તો સૌને સાથે લઈને આગળ વધવું જોઈએ. મને અહીંયા કોઈની પણ સાથે કોઈ દિવસ અસહજ મહેસૂસ થયું નથી અને કોઈ ઈનસિક્યોરિટી પણ ફીલ થઈ નથી. મુનમુને શૉના જૂના અને નવા બન્ને કલાકારોના દિલથી વખાણ કર્યા હતા. 

શૉની સફળતામાં એ તમામ કલાકારોનો પણ સાથ હતો અને મોટું યોગદાન હતું. અમારી ટીમમાં કેટલાક બેસ્ટ સભ્યો તાજેતરમાં આવ્યા છે. એમની પણ બેસ્ટ રીતે એન્ટ્રી થઈ છે. તેઓ ખૂબ જ સારૂ કામ કરી રહ્યા છે.  દરેક પોતાની રીતે શાનદાર કામ કરે છે. શૉની સફળતાનો સંપૂર્ણ શ્રેય કોઈ એક વ્યક્તિને મળતો નથી. પણ ઘણી એવી વસ્તુઓ હોય છે તમને ખાસ બનાવી જાય છે. હું ઘણી શાનદાર ગણાતી મહિલાઓ સાથે કામ કરીને ખૂબ જ ખુશ છું. 

પૂરતી ક્રેડિટ મળવી જોઈએ
મારા સંબંધો પણ એ મહિલા સાથે ખૂબ સારા છે. મને એવું લાગે છે કે, એ તમામ મહિલાઓ ખરેખર કમાલ છે અને ટેલેન્ટેડ છે. પણ ઈન્ડસ્ટ્રીમાં મહિલાઓને એટલું મહત્ત્વ મળતું નથી જેટલી મહેનત કરીને તે આવે છે એના માટે તે હકદાર હોય છે પણ એવું થતું નથી, જે ક્રેડિટ એને મળવી જોઈએ. કલાકારોના આંતરિક તાલમેલ અને પ્રોફેશનલિઝમના કારણે બે દાયકાથી શૉ અનેક લોકોનો ફેવરિટ બન્યો છે. 

અમે અહીંયા દરરોજ આવીએ છીએ અને પોતાનું બેસ્ટ આપીએ છીએ. ઈમાનદારી અને પ્રોફેશનલિઝમના બેઝ પર કામ કરીએ છીએ.અમારો કોઈ છુપો એજન્ડો હોતો નથી. અમે ખરેખર સેટ ઉપર પણ એકબીજાના વખાણ કરી દઈએ છીએ. આ વાત કોઈ લોકો જાણતા હોતા નથી. આજે 'તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા' ટીવી પર ચાલનારો સૌથી લાંબો શૉ બની ગયો છે.